- તમિલનાડુમાં 21 સ્થળોએ દરોડા દરમિયાન 4 લોકોની પણ ધરપકડ
- મોબાઈલ, લેપટોપ, સિમ કાર્ડ અને કોમ્પ્યુટર હાર્ડ ડિસ્કનો જથ્થો જપ્ત
- 2022ના કોઇમ્બતુર કાર બોમ્બ બ્લાસ્ટ કેસની NIAએ તપાસ હાથ ધરી
NIAએ તમિલનાડુમાં 21 સ્થળો પર દરોડા પાડ્યા છે. દરોડા દરમિયાન મોટી માત્રામાં મોબાઈલ, લેપટોપ, સિમ કાર્ડ અને કોમ્પ્યુટર હાર્ડ ડિસ્ક જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે ISIS સાથે જોડાયેલા 2022 વિસ્ફોટોની NIA તપાસ હાથ ધરી છે.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના અધિકારીઓએ તમિલનાડુમાં 21 સ્થળો પર દરોડા પાડ્યા હતા. 2022ના કોઇમ્બતુર કાર બોમ્બ બ્લાસ્ટ કેસની તપાસ કરી રહેલી NIAની ટીમ એક સાથે તમામ સ્થળો પર દરોડા પાડવા માટે પહોંચી હતી. ISIS સાથે જોડાયેલા આ કાર બોમ્બ વિસ્ફોટોના મામલામાં યુવાનોના કટ્ટરપંથી બનવાની સાથે આતંકવાદી સંગઠનમાં ભરતીનો મુદ્દો પણ સામે આવ્યો છે. NIA આ પાસાની પણ તપાસ કરી રહી છે. 21 સ્થળોએ દરોડા દરમિયાન 4 લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી.
વાંધાજનક દસ્તાવેજો અને વસ્તુઓ પણ જપ્ત
રવિવારે જારી કરાયેલ નિવેદન અનુસાર, NIA ટીમે તમિલનાડુમાં ISISમાં ભરતી અને યુવાનોને કટ્ટરપંથી બનાવવાના આરોપમાં ચાર લોકોની ધરપકડ કરી હતી. અલગ-અલગ સ્થળોએ દરોડા દરમિયાન નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના અધિકારીઓએ અનેક ઈલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા છે. ઘણા વાંધાજનક દસ્તાવેજો અને વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે. NIAની ટીમે 21 સ્થળોએ દરોડા દરમિયાન 6 લેપટોપ, 25 મોબાઈલ ફોન, 34 સિમ કાર્ડ, છ SD કાર્ડ અને ISIS સાથે જોડાયેલી ત્રણ હાર્ડ ડિસ્ક જપ્ત કરી છે. તમામ મુદ્દામાલની સાયબર નિષ્ણાતોની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.


