- સુત્રાપાડાના સરા ગામે 26 વર્ષીય યુવકનું મોત
- સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત નિપજ્યું
- યુવકને અચાનક છાતીમાં દુખાવો થયા બાદ મોત
રાજ્યમાં હાર્ટ એટેકે વધુ એક યુવકનો જીવ લીધો છે. જેમાં સુત્રાપાડાના સરા ગામે 26 વર્ષીય યુવકનું મોત થયુ છે. તેમાં યુવકને અચાનક છાતીમાં દુખાવો થયા બાદ મોત થયુ છે. ત્યારે સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત નિપજ્યું છે.
નાના એવા સરા ગામમાં શોકનું મોજું ફરી વળ્યુ
ગીર સોમનાથના સુત્રાપાડામાં આવેલા સરા ગામના 26 વર્ષીય યુવકનું હાર્ટ એટેક આવતા અવસાન થયુ છે. મજૂરી કામ કરતા યુવકને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. વેરાવળ ખાતે સારવારમાં ખસેડેલ પરંતુ રસ્તામાં જ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતુ. મૃતક યુવક બ્લોકના કારખાનામાં મજૂરી કામ કરતો હતો. મૃતકના પરિવારમાં પત્ની તેમજ 2 વર્ષની પુત્રી અને 1 વર્ષનો પુત્ર છે. શ્રમિક યુવકના અકાળે અવસાનથી નાના એવા સરા ગામમાં શોકનું મોજું ફરી વળ્યુ છે.
છાતીની વચ્ચે દુખાવો અથવા પ્રેશર અનુભવાય તો તે હાર્ટ એટેક આવવાના સંકેત
જો આપની છાતીની વચ્ચે દુખાવો અથવા પ્રેશર અનુભવાય છે, જે આપને ગાલ અથવા જડબા સુધી ફેલાય છે, તો તે હાર્ટ એટેક આવવાના સંકેત હોય શકે છે. તેથી ફટાફટ ડોક્ટર્સ પાસે જવું જોઈએ. પરસેવો આવવો- ઠંડીની સિઝનમાં પણ આપને વધારે પરસેવો આવે છે અને તે પણ કોઈ પણ સ્પષ્ટ કારણ વિના તો તેને ઈગ્નોર કરતા નહીં.


