- જય શ્રીરામના જયઘોષથી મુખ્યમંત્રીનું ઠેરઠેર સ્વાગત કરાયું
- બે દિવસની મુલાકાતે પધારેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
- 100 ટકા મતદાન ભારતીય જનતા પાર્ટી તરફી કરવાના સંકલ્પ લીધા હતા
બનાસકાંઠા જિલ્લાની બે દિવસની મુલાકાતે પધારેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડગામ તાલુકાના જલોત્રા ગામથી ગાવ ચલો અભિયાનનો પ્રારંભ કરાવી ગામમાં જ રાત્રિ રોકાણ કર્યું હતું. ગાવ ચલો અભિયાનના બીજા દિવસે વહેલી સવારથી મુખ્યમંત્રીએ જલોત્રા ગામના ખેડૂતો, યુવાનો, મહિલાઓ,કી-વોટર્સ, ઠાકોર સમાજ-બક્ષીપંચ અને દલિત સમાજના આગેવાનો સાથે વારાફરતી બેઠકો યોજી તેમની સાથે સંવાદ સાધ્યો હતો અને તેમના પ્રશ્નો સાંભળી તે અંગે યોગ્ય કરવાની ધરપત આપી હતી. જલોત્રા ગામની ગલીઓમાં ગ્રામજનો દ્વારા ભારત માતા કી જય અને જય શ્રીરામના જયઘોષ સાથે મુખ્યમંત્રીનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.જલોત્રા ગામના તમામ સમાજોએ 100 ટકા મતદાન ભારતીય જનતા પાર્ટી તરફી કરવાના સંકલ્પ લીધા હતા.
ગાવ ચલો અભિયાન અંતર્ગત ખેડૂતો સાથે સંવાદ કરતા મુંખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ વિસ્તારના ખેડૂતો ટપક અને ફુવારા પદ્ધતિ દ્વારા ખેતી કરી પાણીના સદઉપયોગ કરે છે ત્યારે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રહે તે માટે વરસાદી ટીપે ટીપા પાણીના સંગ્રહ કરી ભૂગર્ભ જળ ભંડારો સમૃદ્ધ બનાવીએ તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાનો અનુરોધ કરતા જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિ રાસાયણિક ખેતી કરતા વધુ વળતર આપે છે અને ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકાય છે. આ વિસ્તારના 35
વર્ષ જુના પ્રશ્નનું નિવારણ લાવી કરમાવત તળાવ ભરવા માટે સરકારે રૂ.862 કરોડની મંજુરી આપી છે.


