- પ્રેમપ્રકરણમાં કાળ બની આવેલો અકસ્માત પ્રેમિકાને ભરખી ગયો
- કાર ચાલકે અકસ્માત સર્જી પોતાની બહેનને મારી નાખી હોવાની મૃતકના ભાઈની ફરીયાદ
- હોસ્પિટલ જવા નીકળેલ દંપતીને અકસ્માત નડયો
વડગામના કોદરામમાં રહેતા બે પ્રેમી પંખીડા પ્રેમ સબંધોમાં કાર લઈને ભાગી નિકળ્યા હતા. જ્યાં રસ્તામાં ખેરાલુના ચાણસોલ નજીક તેમની કાર પલ્ટી મારતા માર્ગ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પ્રેમીકાનું મોત નિપજ્યું હતું. જ્યારે પ્રેમી ઈજાગ્રસ્ત થયો હતો. બનાવ મામલે અગાઉ વડગામ પોલીસની કાર્યવાહી બાદ બનાવના 25 દિવસ ખેરાલુ પોલીસ મથકે અકસ્માત મામલે કાર ચાલક સામે ગુનો નોંધાયો હતો. બનાસકાંઠાના વડગામ તાલુકાના કોદરામ ગામના ગોવિંદજી ભીખાજી ઠાકોરની ફરીયાદ મુજબ ગત તારીખ 16મી જાન્યુઆરીના રોજ તેમની બેન જ્યોત્સના ઉ.વ.22ની તેમના ગામના ગોવિંદ સેંધાજી ઠાકોરની કારમાં જતા ખેરાલુના ચાણસોલ નજીક તેમની કાર પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એમની બહેનનું મોત નિપજ્યું હતું. જે મામલે તેમને કાર ચાલક ગોવિંદજી સેંધાજી ઠાકોર વિરુદ્ધ પ્રથમ વડગામ પોલીસ મથક બાદ ખેરાલુ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. જૉકે ઘટનામાં ફરીયાદી અને પોલીસ સૂત્રોમાંથી મળતી મુજબ અકસ્માતમાં મૃતક મહિલા જ્યોત્સનાબેન પોતાના લગ્ન બાદ છૂટાછેડા લઈ પોતાના પિયરમાં આવી રહેતા હતા. જ્યાં તેમના પિયરમાં તેમને ગોવિંદજી સેંધાજી ઠાકોર નામના યુવક સાથે પ્રેમ સંબંધો બંધાતા તેઓ બન્ને કારમાં બેસી ભાગી નિકળ્યા હતા. જૉકે પ્રેમ પ્રકરણમાં કાળ બની આવેલ અકસ્માતે પ્રેમીકનો ભોગ લીધો હતો. જ્યારે પ્રેમીને ઇજાઓ પહોંચી હતી. જેને લઈ ફરીયાદી દ્વારા કાર ચાલક શખ્સ વિરુદ્ધ પોતાની બેનને કર્મ બેસાડી લઈ જઈ અકસ્માત સર્જી તેનું મોત નિપજાવવા બદલ ખેરાલુ પોલીસ મથકે ફરીયાદ નોંધવામાં આવી હતી.


