- વાહન ચેકિંગમાં કાગળો ન હોવાથી બાઈક ડિટેઈન કરવાનું કહેતા પથ્થરમારો કર્યો હતો
- ર્જીંય્ની ટીમે બાતમીને આધારે જોરાવરનગર પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપી લીધો
- 2 શખ્સો સહિત ચારેય શખ્સોએ અંધારામાં દોડી જઈ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો
ચોટીલાના નાની મોલડી પોલીસ મથકની ટીમ 31મી ડિસેમ્બરને લઈને તા. 22 વાહન ચેકીંગ કરી રહી હતી. જેમાં નાની મોલડી પંચાયત પાસે PSI વી.ઓ.વાળા સહિતનાઓ વાહનચાલકોની તપાસ કરતા હતા. આ દરમીયાન 2 શખ્સો બાઈક લઈને પસાર થતા તેઓને રોકી પુછપરછ કરાઈ હતી. અને વાહનના કાગળો માંગવામાં આવ્યા હતા. વાહનચાલક પાસે કાગળ ન હોવાથી પોલીસે બાઈક ડિટેઈન કરવાનું કહ્યુ હતુ. આ સમયે પસાર થતા 2 શખ્સો સહિત ચારેય શખ્સોએ અંધારામાં દોડી જઈ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં PSI વી.ઓ.વાળાને ઈજા પહોંચી હતી. બનાવની રાજકોટના અજય દેવજીભાઈ સાકરીયા, વિક્રમ ભુપતભાઈ મકવાણા, મોટી મોલડીના વિનુ પાંચાભાઈ રંગપરા અને રાકેશ પ્રવીણભાઈ વાઢેર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ કેસમાં અજય દેવજીભાઈ અને વિક્રમ મકવાણાને ઝડપી લીધા હતા. જયારે અન્ય 2 ફરાર હતા. આ દરમીયાન PI એચ.જે.ભટ્ટની સુચનાથી જોરાવરનગર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહેલા અનીરૂધ્ધસીંહ ખેર સહિતનાઓને આ કેસના ફરાર આરોપી રાકેશ વાઢેરની બાતમી મળી હતી. આથી પોલીસે વોચ રાખી તેને ઝડપી લીધો હતો.


