ધાર્મિક નગરી સિદ્ધપુર સરસ્વતિ નદીના પૂર્વ કેનારે અતિ પ્રાચીન સ્વયંભૂ અરવડેશ્વર મહાદેવ બાપાના નિજ મંદિરનો રાજ રત્ન શેઠ માધવલાલ મૂળચંદભાઇના પરિવારજનો દ્વાર આજથી ૧૪૦ વર્ષ પહેલાં મંદિર પરિસરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ વર્તમાનમાં મંદિર કમિટી દ્વારા કલાત્મક પત્થરોથી બનાવાયેલ નવીન મંદિરની શિખર તેમજ અન્ય દેવી દેવતાઓની પૂનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 6થી10 માર્ચ સુધી યોજાશે. ધાર્મિક મહોત્સવને અનુલક્ષીને સ્થાનિક પ્રશાસને સમસ્ત સનાતની હિન્દુ સમાજની લાગણીઓને માન આપી પવિત્ર સરસ્વતી નદીના પૂર્વ કિનારે સ્થિત સ્વયંભૂ બ્રહ્માંડેસ્વર મહાદેવ મંદિર, સ્વયંભુ વાલકેશ્વર મહાદેવ મંદિર, સિદ્ધ પીઠ હિંગળાજ માતાજીના મંદિર તેમજ સ્વયંભુ અર્વડેશ્વર મહાદેવ મંદિર પરિસર અને આ મંદિરોને જોડતા રોડ રસ્તાઓની સફાઇ કરવા અને સરસ્વતી નદીમાં નર્મદાનું પાણી છોડવા જનતાએ માંગ કરી છે.
ગુજરાત રાજ્યની સંવેદનસિલ સરકાર એ આવા અભૂતપૂર્વ પ્રસંગેમા સરસ્વતી નદીના પટમાંમા રેવા (નર્મદા) ના જલપ્રવાહથી નવપલ્લવિત કરે જેથી પૂર્ણ કુંભ સ્નાન સમાન પુણ્ય અર્જિત કરવાનો ભક્તજનોને અવસર મળી શકે વિશ્વ કલ્યાણ અર્થે જ્યારે બ્રહ્મર્ષિઓ એક કરોડ આહુતિના હોમ દ્વારા અતિ મહારૂદ્ર શાંતિ યજ્ઞના સંકલ્પથી કટિબધ્ધ થયા હોય તો સ્થાનિક રાજકીય અને સામાજિક નેતાગીરીનું કર્તવ્ય બને છે કે આ સંકલ્પ પૂર્ણરૂપેણ સિધ્ધ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.


