ગુજરાત એટીએસમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર જે.એમ.પટેલને જામખંભાળીયા ખાતે કામગીરી હોવાને કારણે તે શનિવારે સવારે તેમની સરકારી કારમાં ડ્રાઇવર અરૂણ ચૌધરી સાથે ગયા હતા. કામગીરી પૂર્ણ થયા બાદ રાતના ૧૦ વાગ્યે જામખંભાળીયાથી નીકળીને પરત આવી રહ્યા હતા. ત્યારે રવીવારે વહેલી સવારે બાવળા રામનગર પાસે પહોંચ્યા ત્યારે એક ઉભેલી ટ્રક સાથે કાર અથડાઇ હતી. જો કે એરબેગ ખુલી જતાં ગંભીર ઇજાઓ પહોંચતા અટકી હતી. આ અંગે કાર ડ્રાઇવર અરૂણ ચૌધરીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.


