- સરદાર પટેલ યુનિવર્સિટી દ્ધારા કર્તવ્ય બોધ કાર્યક્રમમાં આર.એસ.એસ.ના અગ્રણી સુનીલ મહેતાનું ઉદ્બોધન
- ભારત દેશનું કેન્દ્રબિંદુ એ વ્યક્તિ નહીં, પરિવાર છે
- પરિવારના ભોગે ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર એ ક્યારેય ભારતીય સંસ્કૃતિમાં સ્વીકાર્ય
સરદાર પટેલ યુનિ.માં કર્તવ્ય બોધ કાર્યક્રમમાં આર.એસ.એસ.ના અખિલ ભારતીય સહ બૌદ્ધિક પ્રમુખ સુનિલભાઈ મહેતાએ ભારતીય પરંપરાને અનુરૂપ અધ્યાપકે પોતાની ભૂમિકા માત્ર અભ્યાસક્રમ સુધી મર્યાદિત ન રાખી, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ અને ચારિત્ર ઘડતર પર ભાર મૂકવો જોઈએ. વિદ્યાર્થીના ચિંતનના કેન્દ્રમાં રાષ્ટ્ર રહે અને તે પોતાના રાષ્ટ્રના નાગરિકને સહોદર ગણી તેમની સાથે નીતિમત્તા મુજબનો વ્યવહાર કરે તે અત્યંત જરૂરી છે. ભારત દેશનું કેન્દ્રબિંદુ એ વ્યક્તિ નહીં, પરિવાર છે.
પરિવારના ભોગે ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર એ ક્યારેય ભારતીય સંસ્કૃતિમાં સ્વીકાર્ય નથી. વર્તમાન સ્થિતિમાં વિદ્યાર્થીઓના ચિંતનમાં અર્થ નહિ, પણ પરિવાર અને રાષ્ટ્ર કેન્દ્રમાં રહે તે મુજબનું શિક્ષણ આપવાની જવાબદારી અધ્યાપકોની છે. જ્ઞાન અને મૂલ્યોની વાત કરતા તેઓએ રાવણનું ઉદાહરણ આપી જણાવ્યું હતું કે રાવણ જ્ઞાની હતો પણ મૂલ્યોના અભાવે તેનું જ્ઞાન દેશ અને સંસ્કૃતિના હિતમાં નહોતું. વિદ્યાર્થીઓને અભ્યાસની સાથોસાથ તમામ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને ભારતીય જ્ઞાન પરંપરા, ગૌરવશાળી ઈતિહાસ અને દેશના માનબિંદુઓ વિશે માહિતી આપવા તેઓએ સૂચન કર્યું હતું. યુનિ.ના હ્યુમિનિટઝ બિલ્ડીગના આદિશંકરાચાર્ય હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં ઈન્ચાર્જ કુલપતિ ર્ડા. નિરંજન પટેલ તથા વિવિધ વિભાગોના 125 જેટલા અધ્યાપકો જોડાયા હતા.


