- ધારાસભ્ય ઉમેશ મકવાણા ભાવનગર બેઠક પરથી લડશે
- ચૈતર વસાવાને ભરૂચ લોકસભા બેઠક પરથી લડશે
- AAPએ ગુજરાતમાં 2 ઉમેદવારના નામ જાહેર કર્યા
લોકસભાની ચૂંટણી અંગે તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી છે. આ વચ્ચે ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યું છે. ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતાં. હવે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પણ ભાવનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે. જોકે નોંધનીય બાબત છેકે આમ આદમી પાર્ટી દ્વારા આ બીજા ઉમેદવારની જાહેરાત એવા સમયમાં થઈ છે જ્યારે ‘INDIA’ ગઠબંધનમાં બેઠકોની વહેંચણી પણ નથી થઈ.
બેઠકોનું અલગ જ ગણિત આપ્યું
બોટાદના MLA ઉમેશ મકવાણા ભાવનગરથી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ AAPએ ગુજરાતમાં 2 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. આ અંગે ઉમેશ મકવાણાએ જણાવ્યું કે, ભાવનગર બેઠક પરથી મારું નામ જાહેર છે. ગત વિધાનસભા ચૂંટણીમાં 13 ટકા કરતાં વધારે મત મળ્યા છે. અમારા ભાગે 8 જેટલા ઉમેદવાર ઉતારવા જોઈએ જેમાં ઈન્ડિયા ગઠબંધનનું પાલન કરી અમારા 8 ઉમેદવાર ઉતારશે. તેમ પણ જણાવ્યું છે.
કોંગ્રેસ સાથે ગઠબંધન કેવી રીતે થશે
જેના સાથે જ આમ આદમી પાર્ટીના સાંસદ સંદીપ પાઠકે કહ્યું કે અમે ગુજરાતના ભરૂચથી ચૈતર વસાવા અને ભાવનગરથી ઉમેશ ભાઈ મકવાણાને ઉમેદવાર જાહેર કરી રહ્યા છીએ.સંદીપ પાઠકે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં મહાગઠબંધનમાં અમારી પાસે 8 બેઠકો છે. અમને લાગે છે કે કોંગ્રેસ આના પર અમને ટેકો આપશે.
આપ ઉમેદવારોની ઘોષણ અને પ્રચારનું કામ શરૂ
સંદીપ પાઠકે વધુમાં કહ્યું કે જ્યારે ભારત ગઠબંધનનો વિચાર જાહેર કરવામાં આવ્યો ત્યારે તે સમયે દેશમાં ઉત્સાહ હતો. ગઠબંધનનો ઉદ્દેશ્ય એ હોવો જોઈએ કે તમામ વિપક્ષી ઘટકો એક સાથે આવે અને પોતાના હિતમાં જોયા વિના દેશના હિતમાં કામ કરે. તેથી જ અમે પણ તેમાં ભાગ લીધો હતો. તેનો હેતુ ચૂંટણી લડવાનો અને જીતવાનો છે. આ માટે સમયસર ઉમેદવારની ઘોષણા કરવી અને પ્રચારનું કામ કરવું જરૂરી છે. સંદીપ પાઠકે કહ્યું કે અમે બે વખત કોંગ્રેસ સાથે મુલાકાત કરી છે પણ છેલ્લા એક મહિનામાં એક પણ બેઠક થઈ નથી. પહેલા ન્યાય યાત્રાનું કારણ આપવામાં આવ્યું હવે આ બેઠક ક્યારે થશે તે અંગે કોંગ્રેસના કોઈપણ નેતાને ખ્યાલ નથી.


