- ખેડૂતે દોઢ વીધામાં કરેલ ફ્લાવરના પાકને નુકસાન થયું
- ખેડૂતને રોવાનો વારો આવ્યો
- હિંમતનગર બાગાયત ટીમે માત્ર સ્થળ મુલાકાત લઈ સંતોષ માન્યો
પ્રાંતિજના કમાલપુરના ખેડૂતને સીજન્ટા કંપનીનું લકી ફ્લાવરનું બિયારણ ખરીદીને દોડ વીધામાં વાવાતેર કર્યું હતું. આ ફ્લાવરના બિયારણમાં ભેળસેળ કરાયા હોવાનું જણાયા બાદ ખેડૂતને રોવાનો વારો આવ્યો હતો. તેમજ મોટું નુકસાન સહન કરવું પડયું હતું. જો કે, આ અંગે અધિકારીઓને જાણ કરતાં અધિકારીઓ માત્ર ખેતરમાં આટાફેરા કરી જતા રહ્યા હતા અને આશ્વાસન આપ્યું હતું. પરતં હજી સુધી કોઈ કાર્યવાહી કરી ન હતી.
પ્રાંતિજના કમાલપુર-સાદોલીયા સીમામાં આવેલ જમીન માલિક લીલાભાઇ અજીતભાઇ રાવળ ફુલાવરની ખેતી કરે છે અને ખે.ડૂત દ્રારા આશરે દોડ વિધાથી પણ વધારે સીજન્ટા કંપનીનુ લકી ફુલાવરનુ બિયારણ 20 પેકેટ જેની એક પેકેટ ની કિંમત રૂ.700 છે, જે લાવીને ખેતરમાં વાવેતર કરાયું હતુ. પણ થોડાક દિવસો બાદ પણ ખેતરમા જોઈએ એવો ફુલાવર વિકાસ તથા ગર્ભના બેસતા ખેડૂત દ્વારા વેપારીને રજૂઆત કરી હતી અને વેપારી દ્વારા કંપનીને જાણ કરાઈ હતી. જો કે, ખેડૂતે હિંમતનગર ખાતે આવેલ બાગાયત કચેરીએ પણ રજૂઆત કરી હતી જે બાદ અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી અને ખેતીવાડી ટીમે માત્ર આશ્વાસાન આપી ચાલતી પકડી હતી. જો કે, આ મુલાકાત બાદ કંપની દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. જો કે, ખેડૂતને ખેડ, બિયારણ, પાણી, મજુરી સહિત કુલ 85 હજારથી એક લાખ સુધીનુ નુકસાન થયુ છે ત્યારે માત્ર અધિકારીઓ ખેતરમાં આંટા ફેરા કરી જતા રહ્યા હતા.


