- મસ્ક મંગળને માનવ સભ્યતા માટે એક વીમાપોલિસી માને છે
- મસ્ક ચંદ્ર પર કાયમી બેઝ બનાવવા માંગે છે
- મસ્કે મંગળ ગ્રહ પર માનવવસતી વસાવવાની યોજનાની જાહેરાત અને તે દિશામાં નક્કર કામગીરી પણ આરંભી
અમેરિકાથી લઇને ચીન સુધીના દેશો ચંદ્રમા પર માનવવસતી વસાવવાના સપના જોઇ રહ્યા છે પણ ખબર નથી કે આ સપના ક્યારે પૂરા થશે. જો કે બીજી તરફ સ્પેસએક્સના સંસ્થાપક એલન મસ્કે આ દેશોથી એક કદમ આગળ વધીને આગામી કેટલાક વર્ષોમાં જ મંગળ ગ્રહ પર માનવવસતી વસાવવાની મહત્ત્વાકાંક્ષી યોજનાની ફક્ત જાહેરાત જ નથી કરી પણ સાથે તે દિશામાં નક્કર કામગીરી પણ આરંભી દીધી છે. રવિવારે મસ્કે સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી હતી કે તેનું લક્ષ્ય દસ લાખ લોકોને લાલ ગ્રહ એટલે કે મંગળ પર લઇ જવા છે. તેણે જણાવ્યું હતું કે સભ્યતા ફક્ત સિંગલ પ્લાનેટ ગ્રેટ ફિલ્ટરમાંથી પસાર થાય છે જ્યારે મંગળ જીવિત રહી શકે છે પછી ભલે પૃથ્વી પરથી સપ્લાય શિપ્સ આવતાં બંધ થઇ જાય. તેની આ ટિપ્પણી સ્પેસએક્સના સ્ટારશિપ રોકેટની ક્ષમતાઓ અંગેની એક પોસ્ટના જવાબમાં આવી હતી, જેના અંગે મસ્કનો દાવો છે કે તે પોતાના મંગળ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સહાયક થશે. તેણે ટ્વિટ કરી હતી કે એક દિવસે દેશમાં ઊડતી અન્ય ફ્લાઇટ્સની માફક મંગળની ફ્લાઇટ્સ ઊપડતી હશે.
મસ્ક મંગળને માનવ સભ્યતા માટે એક વીમાપોલિસી માને છે
જો કે મસ્કના મંગળ ગ્રહના સપના કોઇ નવી વાત નથી. વારંવાર માનવ સભ્યતા માટે એક વીમાપોલિસી તરીકે મંગળ ગ્રહ પર માનવ વસતીનો હવાલો આપતાં ટેક મુગલ લાંબા સમયથી માનવતાને બહુગ્રહીય બનાવવાના પોતાના ઇરાદાને જાહેર કરી રહ્યા છે. જો કે તેના તાજેતરના નિવેદનોથી જાણકારી મળે છે કે સ્પેસએક્સ આગામી કેટલાક વર્ષોમાં આ દૃષ્ટિકોણને વાસ્તવિકતામાં બદલવા માટે આક્રમક રૂપથી કામ કરી રહ્યું છે.
સ્ટારશિપ ચંદ્રમા સુધી જશેઃ મસ્ક
મસ્કે આગાહી કરી હતી કે સ્ટારશિપ પાંચ વર્ષની અંદર ચંદ્રમા સુધી પહોંચી શકે છે. સ્પેસએક્સની ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલ્સ અંતરીક્ષયાત્રીઓને 50થી વધારે વર્ષમાં અંતરીક્ષમાં જવાની તુલનાએ અનેકગણા આગળ લઇ જશે. મંગળ ગ્રહ પર ઇનોવેશનની આવશ્યકતા રહેશે.
મસ્ક ચંદ્ર પર કાયમી બેઝ બનાવવા માંગે છે
મસ્કે અગાઉ ભવિષ્યમાં એક કાયમી મૂન બેઝ બનાવવાની યોજના પર ચર્ચા કરી હતી. મસ્કે ગત ડિસેમ્બરમાં ટ્વિટ કરીને જણાવ્યું હતું કે માનવતાની પાસે ચંદ્રમાનો આધાર હોવો જોઇએ, મંગળ ગ્રહ પર એક શહેર હોવું જોઇએ અને કોઇ તારાઓની ઉપર હોવું જોઇએ. તાજેતરમાં જ સ્ટારશિપ પરીક્ષણ ઉડ્ડયન એક વિસ્ફોટક દુર્ઘટનામાં સમાપ્ત થયું હતું. આ ઘટનાથી જાણકારી મળે છે કે આ મોરચે પ્રગતિ ધીમી છે. મસ્કને આશા છે કે ત્રીજું પરીક્ષણ કક્ષામાં પહોંચશે


