- તા.1 અને 2 માર્ચે હરાજીઃ મ્યુનિ.ને રૂ.260 કરોડની આવક થઈ શકે
- ગ્રાઉન્ડ ફ્લોર માટે ચોમી દીઠ સૌથી વધુ રૂ. 2,74,150નો અપસેટ ભાવ નક્કી કરાયો
- પાંચમા, છઠ્ઠા અને સાતમા માળે કુલ 60 દુકાન અને આઠમા માળે 18 ઓફિસ આવેલી છે
- કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે, AMC દ્વારા પ્રહલાદનગર રોડ તૈયાર કરવામાં આવેલા મલ્ટિલેવલ પાર્કિંગનું ઉદઘાટન કર્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં પ્રહલાદનગર રોડ પરના મલ્ટિલેવલ પાર્કિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર, પ્રથમ, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમા ફ્લોરનું તા. 1 અને તા.2 માર્ચ, 2024ના રોજ ઈ- ઓક્શનથી હરાજી કરવામાં આવશે. AMCની આ મિલકતોની હરાજી મારફતે રૂ. 260 કરોડની આવક થવાની ધારણા છે. આ મલ્ટિલેવલ પાર્કિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર માટે ચો.મી. દીઠ સૌથી વધુ રૂ. 2,74,150નો અપસેટ ભાવ નક્કી કરાયો છે. આ મલ્ટિલેવલ પાર્કિગમાં 98 જેટલી દુકાન અને ઔફિસ પૈકી ગ્રાઉન્ડ અને પહેલા માળે 10-10 દુકાન એમ કુલ 20 દુકાન છે. જ્યારે પાંચમા, છઠ્ઠા અને સાતમા માળે કુલ 60 દુકાન અને આઠમા માળે 18 ઓફિસ આવેલી છે.
મ્યુનિ. દ્વારા હરાજી કરવાની કવાયત હાથ ધરવાને પગલે વેપારીઓ, કંપનીઓને આ બિલ્ડિંગમાં આવેલી કુલ છ કોમર્શિયલ મિલકત ખરીદવાની તક પ્રાપ્ત થઈ છે. આ મલ્ટિલેવલ પાર્કિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર માટે કુલ 1,785.22 ચો.મી. વિસ્તાર માટે સૌથી વધુ ચો.મી દીઠ રૂ.2,74,150નો અપસેટ ભાવ નક્કી કરાયો છે. પ્રથમ માળ માટે કુલ 1,895.73 ચો.મી. વિસ્તાર માટે ચો.મી. દીઠ રૂ.2,35,000નો ભાવ નક્કી કરાયો છે. પ્રથમ માળ માટે કુલ 1,895.73 ચો.મી. વિસ્તાર માટે ચો.મી. દીઠ રૂ. 2,35,000નો ભાવ નક્કી કરાયો છે. પાંચમા માળ માટે કુલ 3,237.62 ચોમી માટે ચોમી દીઠ રૂ.1,30,550નો ભાવ નક્કી કરાયો છે. છઠ્ઠા માળ માટે કુલ 3,237.62 ચો.મી. વિસ્તાર માટે ચો.મી. દીઠ રૂ.1,30,550નો ભાવ નક્કી કરાયો છે. સાતમા માળ માટે કુલ 3,237.62 ચો.મી. વિસ્તાર માટે ચો.મી. દીઠ રૂ. 1,30,550નો ભાવ નક્કી કરાયો છે. આઠમો માળ પ્લસ ઓપન ટેરેસ માટે કુલ 3,238.12 ચો.મી. વિસ્તાર માટે ચો.મી. દીઠ રૂ. 1,23,750નો ભાવ નક્કી કરવામાં આવ્યો છે.


