- જલ્દીથી જુલ્દી કૅન્સરની રસી દર્દીઓને પૂરી પાડવામાં આવશે
- વૈજ્ઞાનિકો રસીની શોધના છેલ્લા તબકકામાં પહોંચ્યા છે
- આ રસી અસાધ્ય કૅન્સરને જડમૂળની સમાપ્ત કરશે તેવો પુતિનનો દાવો છે
કૅન્સર જેવી અસાધ્ય બીમારી માટે રશિયા કામ કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું કે વૈજ્ઞાનિકો આની પર કામ કરી રહ્યા છે અને તેઓ છેલ્લા તબક્કામાં છે. પોતાના એક સંબંધોનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે ”અમે કહેવાતા કૅન્સરની રસી અને નવી પેઢીની ઈમ્યુનોમોડ્યુલેટરી દવાઓ બનાવવાની ખૂબ નજીક છે.”
મોસ્કો ફોરમમાં પોતાના સંબોધનમાં વ્લાદિમીર પુતિને કહ્યું, “હું આશા રાખું છું કે ટૂંક સમયમાં જ તેઓ (રસીઓ)નો ઉપયોગ લોકોની સારવાર માટે અસરકારક રીતે કરવામાં આવશે.” પુતિને સ્પષ્ટ કર્યું નથી કે સૂચિત રસી કયા પ્રકારનાં કૅન્સરની સારવાર કરશે. ઘણા દેશોમાં તેનો ઉપયોગ કરવામાં આવશે. કંપનીઓ કૅન્સરની રસી પર કામ કરી રહી છે.
બ્રિટન કૅન્સરની રસીનું પરીક્ષણ કરી રહ્યું છે
ગયા વર્ષે, બ્રિટિશ સરકારે વ્યક્તિગત કેન્સરની સારવાર માટે ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી હતી અને 2030 સુધીમાં દસ હજાર દર્દીઓ સુધી પહોંચવાનું લક્ષ્ય રાખ્યું છે. બ્રિટન જર્મનીના આયોનટેક સાથે મળીને ટ્રાયલમાં વ્યસ્ત છે.
બીજી ઘણી કંપનીઓ કૅન્સરની રસી બનાવી રહી છે
ફાર્માસ્યુટિકલ કંપનીઓ મોડર્ના અને મર્ક એન્ડ કંપની પણ કેન્સરની રસી બનાવી રહી છે, જેનો ઉપયોગ કૅન્સરના મધ્યમ તબક્કામાં થઈ શકે છે. ઉદાહરણ તરીકે, સંશોધન દરમિયાન એવું જાણવા મળ્યું કે ત્રણ વર્ષની સારવાર પછી, સૌથી ઘાતક ત્વચા કેન્સર, મેલાનોમા અથવા તેના કારણે મૃત્યુના પુનરાવર્તનની શક્યતા અડધી થઈ ગઈ છે.
કેટલાક કૅન્સર માટે રસી અસ્તિત્વમાં છે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, હાલમાં હ્યુમન પેપિલોમાવાયરસ (HPV) સામે છ લાઇસન્સ પ્રાપ્ત રસીઓ છે, જે સર્વાઇકલ કૅન્સર સહિત ઘણા કેન્સરનું કારણ બને છે, તેમજ હેપેટાઈટીસ B (HBV) સામેની રસીઓ છે જે લીવર કેન્સરનું કારણ બની શકે છે. કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન, રશિયાએ કોવિડ -19 માટે તેની પોતાની સ્પુટનિક વી રસી પણ બનાવી અને તેને ઘણા દેશોમાં વેચી.


