- ગત રોજ 67 વર્ષીય જસમીન નાયકનું હાર્ટ એટેકથી મોત
- BCAના અંડર 16 અને 19 ટીમના સિલેક્ટર હતા જસમીન
- પઠાણ અને પંડ્યા બંધુઓને પણ કોચિંગ આપ્યું હતું
પૂર્વ રણજી ક્રિકેટ પ્લેયર જસમીન નાયકનું હાર્ટ એટેકથી નિધન થયુ છે. જેમાં ગત રોજ 67 વર્ષીય જસમીન નાયકનું હાર્ટ એટેકથી મોત થયુ છે. BCAના અંડર 16 અને 19 ટીમના જસમીન સિલેક્ટર હતા. તેમજ પઠાણ અને પંડ્યા બંધુઓને પણ કોચિંગ આપ્યું હતું.
ખાસવાડી સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
વડોદરામાં પૂર્વ રણજી ક્રિકેટ પ્લેયર જસમીન નાયકનું હાર્ટ એટેકથી મોત થયુ છે. ગતરોજ 67 વર્ષીય જસમીન નાયકનું મોત થતા ક્રિકેટ જગતમાં શોકનો માહોલ છે. બીસીએના અન્ડર 16 અને 19 ટિમના જસમીન નાયક સિલેક્ટર હતા. ભારતીય ક્રિકટ ટીમના પૂર્વ કેપ્ટન દત્તાજીરાવ ગાયકવાડની અલવિદા બાદ ક્રિકેટ ચાહકોને વધુ એક આંચકો લાગ્યો છે. વડોદરા શહેરના પંચામૃત ફ્લેટમાં રહેતા પૂર્વ રણજી ક્રિકેટર જસ્મીન નાયકને હાર્ટ એટેક આવ્યો અને તેમનું મૃત્યું થયું હતું. જેને પગલે તેમના ઘરે પૂર્વ ક્રિકેટરો પહોંચ્યા હતા અને અંતિમ દર્શન કર્યા હતા અને તેમના ઘરેથી અંતિમયાત્રા નીકળી હતી અને ખાસવાડી સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.


