By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: લોકસભાની સામાન્ય ચૂંટણીના ઉમેદવારોને ચીજવસ્તુઓના ભાવમાં મોંઘવારી નડશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

લોકસભાની સામાન્ય ચૂંટણીના ઉમેદવારોને ચીજવસ્તુઓના ભાવમાં મોંઘવારી નડશે

agragujaratnews
Last updated: 2024/02/16 at 12:00 PM
2 years ago
Share
લોકસભાની સામાન્ય ચૂંટણીના ઉમેદવારોને ચીજવસ્તુઓના ભાવમાં મોંઘવારી નડશે
SHARE

  • જિલ્લા કલેક્ટર દ્વારા ઉમેદવાર માટે ખર્ચના દર નક્કી કરવા બેઠક યોજી
  • ચીજવસ્તુઓના દર નક્કી કરવા ચૂંટણી પંચ દ્વારા માર્ગદર્શિકા અપાઈ
  • રાજકીય પક્ષ દ્વારા તેમના ઉમેદવારો માટે ખર્ચની કોઈ મર્યાદા નથી

લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે ઉમેદવારો માટેના ખર્ચના દર નક્કી કરવા માટે આજરોજ બેઠક મળી હતી. ઉમેદવારો દ્વારા ચૂંટણી દરમિયાન ઉપયોગમાં લેવાનાર ચીજવસ્તુઓના ભાવ નક્કી કરવા ચૂંટણીપંચની માર્ગદર્શિકાને ધ્યાને લેવામાં આવી હતી.આ વખતે ચીજવસ્તુઓના ભાવમાં ઉમેદવારોને ચોક્કસપણે મોંઘવારી નડશે તેવું આજની બેઠક પર થયેલી ચર્ચા પરથી લાગી રહ્યું છે. બીજી બાજુ સૌથી મહત્વની બાબત એ છે કે, કોઈપણ રાજકીય પક્ષ દ્વારા તેમના ઉમેદવારો માટે ખર્ચની કોઈ મર્યાદા નથી નક્કી કરાતી, ઉપરાંત ચૂંટણી ખર્ચની જે મર્યાદા આપવામાં આવે છે, તે કરતાં ખર્ચ કયાંયે આભે પહોંચી જતો હોય છે.

લોકસભાની ચૂંટણી માટે ગાંધીનગરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચ દ્વારા નિત નવી સૂચનાઓ આપવામાં આવી રહી છે. તે પ્રમાણે જિલ્લા કલેક્ટર બેઠકો યોજી રહ્યા છે. ગઈકાલે નોડેલ અધિકારીઓને લઈને બેઠક યોજવામાં આવી હતી. આજે ચીજવસ્તુઓના દર નક્કી કરવા માટેની બેઠક યોજવામાં આવી હતી.

નોંધનીય છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં 18મી લોકસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. ગત વખતની જેમ આ વખતે પણ તબક્કાવાર મતદાન યોજાઈ શકે છે. વર્ષ 2019માં સાત તબક્કામાં મતદાન યોજાયું હતું. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલના રોજ અને અંતિમ તબક્કાનું મતદાન 19મેના રોજ યોજાયું હતું. ગુજરાતમાં ગત વખતે ત્રીજા તબક્કામાં 26 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જિલ્લા તંત્ર દ્વારા મતદારયાદી તૈયાર કરી દેવામાં આવી છે. નોડેલ અધિકારીઓની ટીમ પણ તૈયાર કરી દેવામાં આવી છે. આ ટીમોએ કઈ રીતે ચૂંટણીલક્ષી કામગીરી કરવાની રહેશે તે અંગે પણ સમજ આપી દેવામાં આવી છે. સૌથી મહત્વની બાબતમાં એકબીજાના સંકલનમાં રહીને કામ કરવા પર જિલ્લા કલેક્ટર એમ.કે.દવે દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે, જે સૌથી મહત્વની બાબત છે. આજની બેઠકમાં ચૂંટણી દરમિયાન ઉમેદવારો દ્વારા ઉપયોગ કરાતી ચીજવસ્તુઓના દર નક્કી કરવા ચર્ચા થઈ હતી. ચીજવસ્તુઓના દર નક્કી કરવા ચૂંટણીપંચ દ્વારા માર્ગદર્શિકા આપવામાં આવી છે. નાયબ ચૂંટણી અધિકારી પાર્થ કોટડીયાએ ઉમેદવારોના ખર્ચ અંગે જરૂરી વિગતો આપી હતી.

સુત્રોની વિગતો મુજબ વર્ષ 2019ની લોકસભા ત્યારબાદ વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ ગઈ. ખાસ કરીને ગત વિધાનસભામાં ચીજવસ્તુઓના શું ભાવ હતા તે બાબતોનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે. સતત વધતી મોંઘવારી ચીજવસ્તુઓના ભાવને પણ અસર કરશે. ખુરશી, ટેબલ, સ્ટેજ, શામિયાણા, સોફાસેટ સહિતની ચીજવસ્તુઓના ભાવ સામાન્ય રીતે એસઓઆર મુજબ નક્કી કરવામાં આવતા હોય છે. તે સિવાય ખાણીપીણીની ચીજવસ્તુના ભાવ માર્કેટમાં શું રેટ ચાલે છે તે ઉપરથી નક્કી થતા હોય છે. આ વખતે ફિક્સ પંજાબી કે ગુજરાતી થાળી, ચા-કોફી, નાસ્તો, મીનરલ પાણી, કોલ્ડડ્રીંક, હોટલની રૂમનું ભાડું, જનરેટર, ટયુબલાઈટ, લાઉડસ્પીકરનું ભાડું વગેરે માટે જુદીજુદી જગ્યાએથી ભાવો મંગાવ્યા બાદ ચૂંટણી માટેનો દર નક્કી કરાશે. ચા-નાસ્તાથી લઈને ઠંડા પીણા માટે ખર્ચ મર્યાદા નક્કી કરાશે. ગાડીઓ માટે પણ ખર્ચ મર્યાદા નક્કી કરાશે. ચીજવસ્તુઓના ભાવમાં ઉમેદવારોને ચોક્કસથી મોંઘવારી નડશે. કારણકે દરેક ચીજવસ્તુઓ મોંઘી બની છે. એમ કહી શકાય કે, વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ ચીજવસ્તુઓના ભાવમાં 10 થી 15 ટકા સુધીનો તફાવત જોવા મળી શકે છે.

You Might Also Like

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

ગીરનાર રોપ-વે સેવા તા.૧૨મીથી તા.૧૮ સુધી સહેલાણીઓ માટે બંધ

જામનગરમાં વોર્ડ નં.૨ના આપના ઉમેદવાર જયદિપસિંહ ઝાલાની ધરપકડ

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટની દિકરી ખેલો ઇન્ડિયામાં દાખવશે કૌવત, મેડલ મેળવવા મજબૂત દાવેદાર
રાજકોટ

રાજકોટની દિકરી ખેલો ઇન્ડિયામાં દાખવશે કૌવત, મેડલ મેળવવા મજબૂત દાવેદાર

Editor By Editor 1 day ago
રવિવાર રકત રંજીત : સૌરાષ્ટ્રમાં ત્રણ સહિત ચાર હત્યા
દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
કુવાડવામાં પાણી વિતરણની ફરજ બજાવતા કર્મચારી પર હૂમલો
કણસાગરા મહિલા કોલેજ ખાતે NSSનો વિદાય સમારોહ સંપન્ન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?