- ભારતીય મૂળના 24 વર્ષીય યુવકની ઓળખ સુખદેવ વૈદ્ય તરીકે થઈ
- સુખદેવ વૈધે અમેરિકન વૃદ્ધા સાથે હેકિંગ કરીને આચરી હતી ઠગાઇ
- આરોપીને વળતર તરીકે 12,36,470 USD ચૂકવવાનો કોર્ટનો આદેશ
અમેરિકામાં ભારતીય મૂળના 24 વર્ષીય યુવકને અમેરિકન મહિલા સાથે છેતરપિંડી કરવા બદલ 51 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. વાસ્તવમાં, યુવકે કોમ્પ્યુટર હેકિંગ દ્વારા મહિલા સાથે 1,50,000 અમેરિકન ડોલરની છેતરપિંડી કરી હતી.
ભારતીય મૂળના યુવકની ઓળખ સુખદેવ વૈદ્ય તરીકે થઈ છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં યુવકને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેણે આંતરરાષ્ટ્રીય કોમ્પ્યુટર હેકિંગ દ્વારા મહિલાને ટાર્ગેટ કરી હતી અને તેની સાથે 1.2 મિલિયન યુએસ ડોલરની છેતરપિંડી કરી હતી.
બુધવારે, કોર્ટે જણાવ્યું કે કસ્ટડીમાંથી મુક્ત થયા બાદ આરોપીને દેશનિકાલ માટે કસ્ટમ્સ અને ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ બ્યુરોમાં મોકલવામાં આવશે. કોર્ટે આરોપીને વળતર તરીકે 12,36,470 યુએસ ડોલર ચૂકવવાનો આદેશ પણ કર્યો છે.
અમેરિકન સરકારે આરોપ લગાવ્યો છે કે ભારત તરફથી અમેરિકન વૃદ્ધોને નિશાન બનાવવાનો મોટો ધંધો બની રહ્યો છે. અત્યાર સુધીમાં અમેરિકન વડીલો સાથે 12,36,470 અમેરિકન ડોલરની છેતરપિંડી આચરવામાં આવી છે. આ છેતરપિંડી અંગે જાણકારી મળતા FBIએ કાર્યવાહી શરૂ કરી અને આરોપી સુખદેવ વૈદ્યની ધરપકડ કરી છે.


