- ડાકોર નગરપાલિકા તંત્ર કામે લાગ્યું
- કોન્ટ્રાક્ટર અને પાલિકા તંત્રની મિલીભગતથી નબળી કામગીરીના આક્ષેપ
- કોન્ટ્રાકટર પાસેથી રોડ-રસ્તાના કામો અને ગટરના કામોનો ભ્રષ્ટ્રાચાર ઉજાગર થશે
ડાકોરમાં રણછોડરાયજીના મંદિર જવાના માર્ગે ઉપર પાણીની પાઇપ લાઇનમાં ઘણા સમયથી લિકેજ હતું. લગભગ બે મહિનાથી હજારો લિટર પીવાના પાણીનો વેડફાટ થતો હતો. જાહેરજનતાના હિતમાં સંદેશ અખબારમાં તંત્રની બેદરકારી છતી કરતો અહેવાલ પ્રસિદ્ધ થતાં ડાકોર નગરપાલિકા તંત્ર કામે લાગ્યું હતું.
ડાકોરમાં બોડાણા સર્કલ પાસે જાહેર માર્ગ પર મંદિર જવાના રસ્તે પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતાં હજારો લિટર પાણીનો વેડફાટ થતો હતો અને પાણી રેડ પર ફરી વળ્યા હતા. બે થી ત્રણ વાર તૂટેલું તે વોટર કનેકશનું પાણી હજારો લિટર પાણી રોડ ઉપર ફ્ળી વળ્યા હતા. જેનાથી આજુબાજુના રહીશો પરેશાન બન્યા હતા. અનેક રજૂઆત છતાં કામગીરી થતી ન હતી. સંદેશ અખબારમાં બુધવારે અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો. ડાકોર નગરપાલિકા ની ટીમ બોડાણ સર્કલ પાસે પહોંચી હતી અને વોટર કનેકશનનું પડેલું પંક્ચર શોધીનેે મરામતની કામગીરી કરી હતી. આ બાબતે જાગૃત નાગરીક વિપુલભાઈ પંકજભાઈ તેમજ વિશાલભાઈ ડાકોર જણાવે છે કે ડાકોર નગરપાલિકાના સત્તાધીશો હસ્તક વહિવટ કથળ્યો છે. ખાડે ગયેલ વહિવટીતંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલિભગતથી લાખો રૂપીયા ચાંઉ થઇ જતા હોય છે. ઉચ્ચ કક્ષાએથી તપાસ કરાય તો કોન્ટ્રાકટર પાસેથી રોડ-રસ્તાના કામો અને ગટરના કામોનો ભ્રષ્ટ્રાચાર ઉજાગર થશે.


