- ધો.10ની પરીક્ષા 13 માર્ચ સુધી લેવામાં આવશે
- ધો.12ની 2 એપ્રિલ દરમિયાન લેવામાં આવશે
- શાળાઓમાં આજે પ્રથમ દિવસથી જ નિયમોના ચુસ્ત પાલન સાથે વિદ્યાર્થીઓને ફરજીયાત એડમીટ કાર્ડ
આણંદ જિલ્લામાં સેન્ટ્રલ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા ગુરૂવારથી ધો.10 અને 12ની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. જેમાં સવારે 10.30 થી બપોરે 1.30 દરમ્યાન સીબીએસઇનો અભ્યાસક્રમ ધરાવતી શાળાઓના કેન્દ્રો ઉપર પરીક્ષા શરૂ થઇ છે. જોકે કેટલીક પરીક્ષાઓનો સમયગાળો સવારે 10.30 થી બપોરે 12.30 સુધી નિર્ધારીત કરવામા આવ્યો છે. જેમા 10મા ધોરણની પરીક્ષા 13 માર્ચ સુધી જયારે ધોરણ 12ની પરીક્ષાઓ 2 એપ્રિલ સુધી લેવામા આવશે.
જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ આગામી માર્ચથી શરૂ થનાર હોઇ તે પૂર્વે કેન્દ્રિય બોર્ડની પરીક્ષાઓના પ્રારંભ થતાં સેન્ટ્રલ બોર્ડનો અભ્યાસક્રમ ધરાવતી શાળાઓમાં આજે પ્રથમ દિવસથી જ નિયમોના ચુસ્ત પાલન સાથે વિદ્યાર્થીઓને ફરજીયાત એડમીટ કાર્ડ, હોલટિકીટ સાથે પરીક્ષાખંડમા પ્રવેશ આપવામા આવ્યો હતો. સાથોસાથ પરીક્ષા ખંડમા ઇલેત્ટ્રીક ઉપકરણો, અનુચિત સંશાધનો લઇ જવા ઉપર પ્રતિબંધ ફરમાવવામા આવ્યો હતો. બોર્ડ દ્વારા બન્ને કક્ષાના મહત્વના વિષયોની પરીક્ષાના જારી કરેલા ટાઇમટેબલ મુજબ ધોરણ 10ની 19મીએ સંસ્કૃત્ત, 21મીએ હિન્દી,26મીએ ઇંગ્લીશ, 2જી માર્ચે વિજ્ઞાન, 4થીએ હોમસાયન્સ, 7મી માર્ચે સોશ્યલ સાયન્સ, 11મીએ ગણિત, 13 માર્ચે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની પરીક્ષા લેવાશે. જયારે ધોરણ 12 માટે 19મીએ સાયન્સ પ્રવાહમાં ઇંગ્લીશ વિષયની પરીક્ષા, 27 ફેબ્રુઆરીએ સાયન્સ,મા કેમેસ્ટ્ી, 4થી માર્ચે ફીજીક્સ, 9મીએ મેથેમેટીક્સ, 12 માર્ચે શારિરીક શિક્ષણ, 19 માર્ચે બાયોલોજી, 2જી એપ્રિલે કોમ્પ્યુટર સાયન્સ જયારે ધો.12 જનરલ સ્ટ્રીમમાં 22 ફેબ્રુઆરીએ ઇંગ્લીશ, 9મી માર્ચે મેથેમેટીક્સ, 18 માર્ચે ઇકોનોમીક્સ, 23 માર્ચે એકાઉન્ટન્સી, 27 માર્ચે બિઝનેશ સ્ટડીઝની પરીક્ષા લેવામા આવશે.


