- એપાર્ટમેન્ટની ટેરેસ પર લઈ ગયા બાદ કુકર્મ આચર્યું હતું
- બાળકીએ બુમાબુમ કરી મુકતા આરોપી ભાગી છૂટ્યો હતો
- મુંબઈના મીરા ભાઇંદર આચોળે પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો ગુનો
મુંબઈની ચકચારિત બાળકી દુષ્કર્મનો મામલના હેઠળ સુરત પોલીસને મોટી સફળતા મળી છે. મહારાષ્ટ્રના મીરા ભાંઈદર આચોળે પોલીસ મથકની હદમાં 7 વર્ષની બાળકી સાથે યુવક દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. ભાગી ગયેલા શખસને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઉધના રેલવે સ્ટેશન નજીકથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની માહિતી અનુસાર, 13 ફેબ્રુઆરીના મહારાષ્ટ્રના મીરા ભાંઈદર આચોળે પોસ્ટે વિસ્તારમાં 7 વર્ષીય બાળકી ઘર નજીક એપાર્ટમેન્ટ નીચે રમતી હતી. માસૂમ બાળકી એપાર્ટમેન્ટ નીચે એકલી રમી રહી હતી. એ દરમિયાન અજાણ્યો એક શખસ બાળકીને બળજબરી પૂર્વક ખેંચીને એપાર્ટમેન્ટના અગાસી ઉપર લઇ ગયો હતો અને ત્યાં બાળકી સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.
આ સાથે જ માસૂમ બાળકીએ બુમાબુમ કરતા અજાણ્યો શખસ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. બાળકીને ગુપ્ત ભાગે ગંભીર ઈજાઓ થઇ હોય તેણીને મુંબઈ ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને આ સમગ્ર મામલે આચોળે પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
ઘટના અંગે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને આરોપી સુરતમાં ફરતો હોવાની માહિતી મળી હતી. જેથી સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી અને નવાગામ ડિંડોલી બ્રિજ નીચેથી આરોપી બગાવત શંકર મારવાડીને પકડી પાડ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીનો કબજો મીરા ભાઈદર ક્રાઈમ બ્રાંચ યુનિટ-2 વસઈને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


