- રણજીત બિલ્ડકોન કંપનીએ બનાવેલો બ્રિજ તૂટ્યો હતો
- હલકી ગુણવત્તાના કારણે બ્રિજ 10 વર્ષમાં 30 વખત રીપેર
- થિંગડા મારીને છેલ્લા 10 વર્ષથી બ્રિજ ચલાવતો હતો
મહેસાણામાં રણજીત બિલ્ડકોન કંપનીએ બનાવેલો બ્રિજ લોકાપર્ણ પહેલા જ તૂટી ગયો હતો. ત્યારે હવે વધુ એક બ્રિજ વિવાદમાં આવી ગયો છે. જેમાં આંબેડકર બ્રિજ માત્ર 10 વર્ષમાં જ તૂટી ગયો છે. આ સાથે જ નોંધનીય છેકે, અમદાવાદમાં પણ રણજીત બિલ્ડકોન કંપનીનો બ્રિજ તૂટ્યો હતો.
મહેસાણમાં આંબેડકર બ્રિજ માત્ર 10 વર્ષમાં જ તૂટ્યો છે. બેદરકાર રણજીત બિલ્ડકોન કંપનીને છાવરણાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે રણજીત બિલ્ડકોન કંપનીએ બનાવેલો બ્રિજ તૂટ્યો હતો. જ્યારે આંબેડકર બ્રિજનું ટેસ્ટિંગ લેવાય તે જરૂરી છે.
જ્યારે હલકી ગુણવત્તાના કારણે બ્રિજ 10 વર્ષમાં 30 વખત રીપેર કરવામાં આવી રહ્યા છે. થિંગડા મારીને છેલ્લા 10 વર્ષથી બ્રિજ ચલાવતો હતો. કોન્ટ્રાકટર સામે પગલાં ભરવા સ્થાનિક લોકોએ માગ કરી છે. અમદાવાદમાં પણ આ કંપનીને બનાવેલો બ્રિજ તૂટ્યો હતો. જેની પણ યોગ્ય તપાસ કરવામાં આવી ન હતી.
નોંધનીય છેકે, ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહેસાણા વિસનગર લિંક રોડ પર રામોસણા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ 10 ફેબ્રુઆરી 2014માં કામ સંપન્ન થયું હતું. ત્યારબાદ 14 એપ્રિલ 2017માં ડો.બાબા સાહેબ આબેડકર ઓવરબ્રિજ તરીકે નામ આપવામાં આવ્યું હતું. આ બ્રિજનું પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે નામકરણ કરવામાં આવ્યું હતું.


