- અભિનેત્રી અને તૃણમૂલ સાંસદ મિમી ચક્રવર્તીનું રાજીનામું
- મિમી ચક્રવર્તી મમતા બેનર્જીને મળશે કે કેમ તેને લઇ અટકળો
- 2019ની લોકસભા ચૂંટણીમાં મિમી જાદવપુર બેઠક પરથી ચૂંટણી જીત્યા
અભિનેત્રી અને તૃણમૂલ સાંસદ મિમી ચક્રવર્તીએ ગુરુવારે સાંસદ પદ પરથી રાજીનામું આપી દીધું છે. અગાઉ એવા સમાચાર હતા કે મિમી ચક્રવર્તી બંગાળ વિધાનસભામાં મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરે તેવી અટકળો ચાલી રહી છે.
અભિનેત્રી અને તૃણમૂલ સાંસદ મિમી ચક્રવર્તીએ સાંસદ પદ પરથી આપ્યું રાજીનામું. અગાઉ એવા સમાચાર હતા કે મિમી ચક્રવર્તી બંગાળ વિધાનસભામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળી શકે છે. જો કે મિમી ચક્રવર્તીએ શા માટે સાંસદ પદ પરથી રાજીનામું આપ્યું છે તે હજુ સ્પષ્ટ થયું નથી. તૃણમૂલે 2019ની લોકસભા ચૂંટણીમાં મિમી ચક્રવર્તીને જાદવપુર બેઠક પરથી મેદાનમાં ઉતારી હતી. આવી સ્થિતિમાં તેમણે ભાજપના અનુપમ હજારાને હરાવીને જીત મેળવી હતી. મિમી ચક્રવર્તીને 6,88,472 વોટ મળ્યા, જ્યારે બીજેપી ઉમેદવાર અનુપમ હઝરાને 3,93,233 વોટ મળ્યા હતા.
સંસદનું સભ્યપદ છોડનાર મીમીએ હાલમાં જ બે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ તેમના રાજકીય ભવિષ્યને લઈને અટકળોએ જોર પકડ્યું અને આખરે ગુરુવારે તેમણે સાંસદ પદ પરથી રાજીનામું આપી દીધું.


