- ગુરુવારે એક મુસાફર પાસેથી 17 લાખની કિંમતનું સોનું પકડાયું
- મુસાફર પાસેથી 279.5 ગ્રામ વજનના સોનાના ટુકડા જપ્ત કર્યા
- સોનાના ટુકડાઓ સુશોભિત ધૂપ બર્નર કન્ટેઈનરમાં છુપાવ્યાં
બેંગલુરુ એરપોર્ટ પર કસ્ટમ્સના અધિકારીઓએ ગુરુવારે એક મુસાફરને અટકાવ્યા બાદ રુ. 17 લાખની કિંમતના 279. 5 ગ્રામ વજનના સોનાના ટુકડા જપ્ત કર્યા હતા. મુસાફરે સોનાના કટ-આઉટ ટુકડાઓને સુશોભિત ધૂપ બર્નર કન્ટેનરની અંદર છુપાયેલા હતાં, કસ્ટમ વિભાગે તપાસ કરતાં મુસાફર પાસેથી દાણચોરીનું સોનું મળી આવતા વધુ તપાસ હાથ ધરી હતી.
સુશોભિત ધૂપ બર્નર કન્ટેનરની અંદર છુપાયેલા સોનાના ટુકડાઓ
મળતી માહિતી અનુસાર, બેંગલુરુ એરપોર્ટ કસ્ટમ વિભાગે સુશોભિત ધૂપ બર્નર કન્ટેનરની અંદર છુપાયેલા સોનાના ટુકડાઓની દાણચોરી કરવાનો પ્રયાસ કરતાં એક મુસાફરને અટકાવ્યો હતો અને જપ્ત કરાયેલા સોનાના ટુકડાઓનું વજન કરતાં તેનું વજન 279.5 ગ્રામ થયું હતું, આ સોનાની બજાર કિંમત રૂ. 17,23,117 લાખ આંકવામાં આવી છે.
બેંગલુરુ કસ્ટમ વિભાગે વધુ તપાસ હાથધરી
બેંગલુરુ કસ્ટમ વિભાગે મુસાફરને ઝડપી પાડીને વધુ તપાસ હાથધરી છે. કસ્ટમ વિભાગ અને પોલીસ દ્વારા આરોપીની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ સિવાય તે આ સોનું ક્યાંથી લાવ્યો અને કોને આપવાનું હતું તે અંગે પણ પોલીસ અને કસ્ટમ વિભાગ તપાસ કરી રહ્યું છે. લાખોના સોનાની દાણચોરીની નવી મોડસ ઓપરેન્ડી કસ્ટમ વિભાગને જાણવા મળી છે, જેથી કસ્ટમ વિભાગ વધુ સતર્ક થઈ ગયું છે.
તાજેતરમાં જ ગુવાહાટીથી નકલી સોનું પકડાયુ હતું
કસ્ટમ અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે, ગુવાહાટી કસ્ટમ્સ વિભાગે ત્રણ આરોપીઓની ધરપકડ કરી અને 2.60 કિલો વજનના 103 સોનાના બિસ્કિટ જપ્ત કર્યા. આસામના દરંગા એલસીએસ નજીક ભારત-ભૂતાન સરહદ પાસેથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
સોનાના બિસ્કિટની કિંમત 1.32 કરોડ રૂપિયા
ઘટનાની મળતી માહિતી અનુસાર, જપ્ત કરાયેલા સોનાના બિસ્કિટની કિંમત 1.32 કરોડ રૂપિયા છે. મંગળવારે પકડાયેલા આરોપીઓ પાસેથી રૂ. 2.27 લાખ અને રૂ. 1.12 લાખનું વિદેશી ચલણ પણ જપ્ત કરવામાં આવ્યું હતું. આસામ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)એ નકલી સોનાની દાણચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો અને ગુવાહાટીની બહારના જોરાબત વિસ્તારમાં નકલી સોનું અને નકલી ભારતીય ચલણી નોટો (FICN)સાથે ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી હતી.
નકલી સોનાના વ્યવહાર અને ડિલિવરી
વધુમાં, ડીઆઈજી – પાર્થ સારથી મહંતએ જણાવ્યું હતું કે, નકલી સોનાના વ્યવહાર અને ડિલિવરી અંગેની ગુપ્ત માહિતીના આધારે, બસિષ્ઠા પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્ર હેઠળ જોરાબતના 8 માઈલ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ ઓપરેશન દરમિયાન એસટીએફના અધિકારીઓએ એક ફોર વ્હીલર, આશરે 1.627 કિલો વજનનું એક બોટ આકારનું નકલી સોનું, રૂ. 500 મૂલ્યના 150 એફઆઈસીએન નંબર (કુલ રૂ. 75,000), બે મોબાઈલ ફોન નંબર સહિત ત્રણ વ્યક્તિઓને પકડી પાડ્યા હતાં.
પોલીસે આરોપીઓની ઓળખ કરી લીધી
પોલીસે પકડાયેલા આરોપીઓની ઓળખ કરી લીધી છે. જેમાં મન્સુર અલી (23), રાજીબ અલી (24) અને જાહિદુલ ઈસ્લામ (21) તરીકે થઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આ નકલી સોનું, વિદેશી ચલણનો ઉપયોગ ક્યાં કરવાના હતાં અને તેમના મોબાઈલની વધુ તપાસ હાથ ધરાશે.


