- ગુરુવારે ત્રીજા દિવસે પંજાબના ખેડૂતોની દિલ્હી ચલો કુચ યથાવત
- ખેડૂતોએ પંજાબમાં ટ્રેન રોકો આંદોલનની જાહેરાત કરી દીધી છે
- ખેડૂતોએ કેન્દ્ર સરકાર સમક્ષ 12 માંગણીઓ મૂકવામાં આવી છે
ખેડૂતોના ચલો દિલ્હી કૂચના વિરોધને કારણે ઉત્તર રેલવેના અંબાલા ડિવિઝન પર રેલ ટ્રાફિકને અસર થઈ છે. ઉત્તર પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી કેપ્ટન શશિ કિરણના જણાવ્યા અનુસાર, ખેડૂતોના વિરોધને કારણે નીચેની રેલ સેવાઓને અસર થઈ છે.
રદ કરેલ રેલ સેવાઓ(મૂળ સ્ટેશનથી):
- ટ્રેન નંબર 04753, ભટિંડા-શ્રી ગંગાનગર સેવા, 15 ફેબ્રુઆરીએ રદ કરવામાં આવશે.
- ટ્રેન નંબર 04756, શ્રી ગંગાનગર-ભટિંડા સેવા, 15 ફેબ્રુઆરીએ રદ કરવામાં આવશે.
આંશિક રીતે રદ કરાયેલી રેલ સેવાઓ (પ્રારંભિક સ્ટેશનથી):
- ટ્રેન નંબર 14736, અંબાલા-શ્રી ગંગાનગર સેવા, જે 15 ફેબ્રુઆરીએ અંબાલાથી ઉપડવાની હતી.
- તે માત્ર ભટિંડા સુધી જ ચાલશે, એટલે કે તે ભટિંડા અને શ્રી ગંગાનગર વચ્ચે રદ કરવામાં આવશે.
- ટ્રેન નંબર 14735, શ્રી ગંગાનગર-અંબાલા સેવા, 15 ફેબ્રુઆરીએ ભટિંડાથી ઉપડશે,
- એટલે કે તે શ્રી ગંગાનગર અને ભટિંડા વચ્ચે રદ કરવામાં આવશે.
રૂટ બદલાયેલી રેલ સેવા:
- ટ્રેન નંબર 19612, અમૃતસર-અજમેર એક્સપ્રેસ, 15 ફેબ્રુઆરી, 2024ના રોજ
- તરનતારન જં.-બિયાસ દ્વારા બદલાયેલા રૂટ દ્વારા ચલાવવામાં આવશે
ખેડૂતોએ કેન્દ્ર સરકાર સમક્ષ 12 માંગણીઓ મૂકી
આ દરમિયાન કેન્દ્ર સરકાર વિરુદ્ધ પંજાબના ખેડૂતોની ‘દિલ્હી ચલો’ કૂચ ગુરુવારે ત્રીજા દિવસે આગળ વધી રહી છે, ખેડૂતોના પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવા માટે આજે સાંજે 5 વાગે ખેડૂત સંગઠનો અને કેન્દ્ર સરકારની બેઠક મળવાની છે. ખેડૂતોએ કેન્દ્ર સરકાર સમક્ષ 12 માંગણીઓ મૂકી છે, જેના માટે તેઓ દિલ્હી કૂચ કરી રહ્યા છે. ખેડૂત યુનિયનના નેતાઓ જગજીત સિંહ દલ્લેવાલ અને સર્વન સિંહ પંઢેરની આગેવાની હેઠળ આ વખતે વિરોધ કિસાન મોરચા (બિનરાજકીય) અને પંજાબ કિસાન મઝદૂર સંઘર્ષ સમિતિ દ્વારા બોલાવવામાં આવ્યો છે.
વિરોધ કરી રહેલા ખેડૂતોએ શું કહ્યું?
વિરોધ કરી રહેલા ખેડૂતોના જણાવ્યા અનુસાર, કેન્દ્રએ તેમને પાકના સારા ભાવ આપવાનું વચન આપ્યું હતું, ત્યાર બાદ તેઓએ 2021નો વિરોધ સમાપ્ત કર્યો હતો. તેઓ સ્વામીનાથન કમિશનના અહેવાલને અનુરૂપ તમામ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની બાંયધરી આપતો કાયદો ઘડવાની માંગ કરી રહ્યા છે. તેઓ સંપૂર્ણ દેવા માફી અને ખેડૂતો અને ખેત મજૂરોને પેન્શન આપવા માટેની યોજનાની પણ માંગ કરી રહ્યા છે.


