- દેશી બંદૂક બનાવવાનું મીની કારખાનુ SOGએ ઝડપ્યું
- બટ, બેરલ, ટ્રીગર સહિતની સાધન સામગ્રી જપ્ત
- પોલીસે રહેણાંક મકાનમાં દરોડા પાડી કાર્યવાહી કરી
કચ્છના ભુજમાં દેશી બંદૂક બનાવવાનું મીની કારખાનુ ઝડપાયુ છે. જેમાં દેશી બંદૂક બનાવવાનું મીની કારખાનુ SOGએ ઝડપી પાડ્યુ છે. તેમાં બટ, બેરલ, ટ્રીગર સહિતની સાધન સામગ્રી જપ્ત કરવામાં આવી છે. પોલીસે રહેણાંક મકાનમાં દરોડા પાડી કાર્યવાહી કરી છે.
પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે
ઉલ્લેખનીય છે કે પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આગઉ પણ ભચાઉના કબરાઉ ગામની સીમમાં ખેતરની અંદર ઝૂંપડામાં દેશી બંદૂક બનાવવાનું કારખાનું ઝડપાયું હતું. પોલીસે દરોડો પાડી મુદામાલ સાથે એક શખ્સને પકડી પાડ્યો હતો. જેમાં આર્મ્સ એક્ટ કલમ હેઠળ પોલીસ ગુનો નોંધી કાર્યવાહી આરંભી હતી.
કબરાઉ ગામમાંથી દેશી બંદૂક બનાવવાનું કારખાનું પોલીસે પકડતા ચર્ચાનો વિષય
ભચાઉ તાલુકાના કબરાઉ ગામમાંથી દેશી બંદૂક બનાવવાનું કારખાનું પોલીસે પકડતા ચર્ચાનો વિષય બન્યો હતો. ભચાઉ પોલીસે તાલુકાના કબરાઉ ગામની સીમમાં એક ખેતરમાં બનેલા ઝૂંપડામાં દરોડો કરતા અંદરથી દેશી બનાવટની બંદૂક બનાવવાનું કારખાનું ઝડપાયું હતું. પોલીસે ડાયા વલા આહિર (ઉ.વ.55)ની ધરપકડ કરી આર્મ્સ એક્ટ કલમ 25(1)(બીએ)ના ભંગનો ગુનો નોંધી તપાસ આદરી હતી. પોલીસે સાથે ઝૂંપડામાંથી મળેલો સિંગલ બેરલની દેશી બનાવટની બે બંદૂક, બંદૂક બનાવવા તૈયાર લાકડાના બે હાથા, લોખંડની પટ્ટી, ગન પાવડરનો એક ડબ્બો એમ કુલે 3 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપીએ અગાઉ કોઇ બંદૂકોને વેચી છે કે કેમ, તે દિશામાં પૂછપરછ આરંભી હતી.


