- અમદાવાદ સિવિલમાં 10 દિવસથી ચાલી રહી છે સારવાર
- દર્દીઓને આંખના મોતિયાના ઓપરેશન બાદ ઇન્ફેક્શન થયું
- તમામ દર્દીઓની આંખની દ્રષ્ટી પડી છે વિક
રાધનપુર અંધાપા કાંડના દર્દીઓની હાલત કફોડી થઇ છે. દર્દીઓની દ્રષ્ટિ પરત આવવાની શક્યતા નહિવત્ છે. તેમાં અમદાવાદ સિવિલમાં 10 દિવસથી સારવાર ચાલી રહી છે. આંખ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર ચાલી રહી છે. તથા તમામ દર્દીઓની દ્રષ્ટી વિક પડી છે.
17 જેટલા દર્દીઓને આંખના મોતિયાના ઓપરેશન બાદ ઇન્ફેક્શન થયું
ગત જાન્યુઆરી મહિનામાં માંડલની હોસ્પિટલમાં 17 જેટલા દર્દીઓને આંખના મોતિયાના ઓપરેશન બાદ ઇન્ફેક્શન થયું હતું. ત્યારે હવે તેના થોડા દિવસોમાં જ ગુજરાતમાં ફરી એક અંધાપાકાંડની ઘટના સામે આવી હતી. આ ઘટના પાટણ જિલ્લાના રાધનપુરમાં બની હતી. આંખની હોસ્પિટલમાં સારવાર બાદ પાંચ દર્દીઓને અંધાપાની અસર થતા તાત્કાલિક ધોરણે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દાખલ કરાયા હતા.
ઓપરેશનના બે દિવસ બાદ ઓછું દેખાવાની થઇ સમસ્યા
દર્દીઓએ 2 ફેબ્રુઆરીએ સારવાર કરાવી હતી જે બાદ ઇન્ફેકશન થતા 4 તારીખે સિવિલ દાખલ કરાયા હતા. ઓપરેશન બાદ પાંચ જેટલા દર્દીઓને આંખમાં દુખાવાની ફરિયાદ હતી. સાથે આંખ લાલ રહેવી, આંખમાંથી પાણી પડવાની પણ સમસ્યા થઇ હતી. જોકે આ મામલે કોઈ ફરિયાદ થઇ નથી.


