મનપાનો સપાટો, એક સાથે છ રેસ્ટોરન્ટને માર્યા તાળા
તુલસી બેકરીમાંથી સડેલા પાંઉ, બાંધેલો લોટ સહિત ૧૬૦ કિલો, ક્રિષ્ના રેસ્ટોરન્ટમાંથી ૧3પ કિલો સહિત ૫૧૮ કિલો વાસી ખોરાકનો નાશ, ૨૪ પેઢીને નોટીસ, ૮૪માં દરોડા
ચટણી, પાપડ, નુડલ્સ, ફરસાણ, મરચાની ચટણી સહિતના ધંધાર્થીઓ પર મનપા ત્રાટકયું : ૮૦ હજારની પેનલ્ટી વસુલાય
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મનપા દ્વારા ભેળસેળીયાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. છેલ્લા એક સપ્તાહથી દરોડાની ઝુંબેશ તેજ કરવામાં આવી છે. જેમાં આજે સપાટો બોલાવી એક સાથે છ પેઢીઓને સીલ મારી વહિવટી ચાર્જ વસુલી નોટીસ ફટકારવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સ્વામી વિવેકાનંદ ઓવરબ્રિજ નીચે, વિમોક્ષ ઝટકા સામે, મવડી મેઇન રોડ, રાજકોટ મુકામે આવેલ “તુલશી બેકરી” પેઢીને સીલ કરવામાં આવેલ. સ્થળ પર આશરે અનહાઈજેનિક કન્ડિશનમાં સ્ટોરેજ તથા ઉત્પાદન થતું જોવા મળેલ. પડતર પડેલ બેકરી પ્રોડક્ટસ, પાઉં, બાંધેલો લોટ કુલ મળીને અંદાજિત 160 K.G. અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને રૂ.10,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ. પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી છે.
આનંદ બંગલા ચોક, મવડી મેઇન રોડ, રાજકોટ મુકામે આવેલ “ક્રિષ્ના રેસ્ટોરન્ટ” પેઢીને સીલ કરવામાં આવેલ. સ્થળ પર આશરે અનહાઈજેનિક કન્ડિશનમાં વાસી શાકભાજી, અખાદ્ય ડુંગળી, ગ્રેવી, બાંધેલો લોટ, દાળ, મંચુરિયન, પ્રિપેર્ડ ચટણી, પાપડ, નૂડલ્સ કુલ મળીને અંદાજિત 135 K.G. અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને રૂ.10,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી છે.
દર્શન-4 મવડી પ્લોટ, ગુજરાત વાયરની બાજુમાં, રાજકોટ મુકામે આવેલ “શ્રી પટેલ સ્વીટ્સ” પેઢીને સીલ કરવામાં આવેલ. તેમજ પેઢીને રૂ.10,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ તેમજ પનીર (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ. પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી છે.
જૂના મોરબી રોડ, જકાત નાકા પાસે, રાજકોટ મુકામે આવેલ ” શ્રી પટેલ વિજય સ્વીટ્સ & નમકીન” પેઢીને સીલ કરવામાં આવેલ. સ્થળ પર આશરે અનહાઈજેનિક કન્ડિશનમાં વાસી અખાત્ય એક્સપાયર્ડ થયેલ ફ્લેવર એસેન્સ, પીઝા બેઝ, બિસ્કીટ, બેકરી પ્રોડક્ટ, નમકીન ફરસાણ, પ્રીમિક્સ ઇન્સ્ટન્ટ કુક ફૂડ, મીઠાઈ, સાટા, ફુલ અંદાજિત 29 kg નો નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને રૂ.5,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ. પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવી છે.
વિજય પ્લોટ-24, JK હોન્ડા શોરૂમ પાછળ, ગોંડલ રોડ, રાજકોટ મુકામે આવેલ “વિજયભાઈ નારણભાઇ ગામરા (ધંધાના માલિક)” પેઢીને સીલ કરવામાં આવેલ. તેમજ પેઢીને રૂ.5,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી પનીર (લૂઝ)નો નમૂનો લઇ પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવી છે.
રાધામીરા રોડ, કલ્પતરૂ સોસાયટી, મોરબી રોડ, રાજકોટ મુકામે આવેલ “જય બજરંગ ડેરી પ્રોડક્ટસ” પેઢીને સીલ કરવામાં આવેલ. સ્થળ પર લેબલ વગરના પનીર નો ફુલ અંદાજિત 10 kg જથ્થાનો નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને રૂ.2,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ. હાઈજેનિક કન્ડિશન બાબતે તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી છે.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી 84 પેઢી તથા રેસ્ટોરંટની તપાસ કરતાં કુલ 518 Kg અખાદ્ય, વાસી જથ્થાનો નાશ કરી કુલ 24 પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ તથા હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ કૂલ રૂ.79,500/- ની પેનલ્ટી વસૂલવામાં આવેલ છે.
શીતલ પાર્ક, એરપોર્ટ રોડ હોકર્સ ઝોન માં MGM પંજાબી & ચાઇનીઝ રેસ્ટોરન્ટ માંથી 5 Kg વાસી મંચૂરિયન નો નાશ કરેલ છે. જય સિયારામ વડાપાઉં માંથી 1 Kg મરચાની ચટણી નો નાશ કરેલ છે તેમજ લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે. શિવશક્તિ ચાઇનીઝ & પંજાબી માંથી આજીના મોટા નો નાશ કરેલ છે તેમજ લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે. જય માતાજી કાઠિયાવાડી, રાજ પાઉંભાજી, R.V. ફૂડ પોઈન્ટ, અમીષા ચાઇનીઝ & પંજાબી, સદગુરુ ફાસ્ટફૂડ, પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે તેમજ ધારવી ઢોસા, શ્રી ગણેશ મદ્રાસ કાફે, શ્રી સિધ્ધી વિનાયક બાલાજી વડાપાઉં, જોગી સ્ટીમ ઢોકળા/ભેળ, જય ખોડિયાર પંજાબી & ચાઇનીઝ, શ્રી આઈ ફાસ્ટફૂડ પેઢીની સ્થળ પર તપાસ કરવામાં આવેલ છે.
રેસકોર્સ હોકર્સ ઝોન પર આવેલ A-1 ચાઇનીઝ માંથી 5 Kg વાસી મંચૂરિયન નો નાશ કરી રૂ.2,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે તેમજ નોટિસ આપેલ છે. આમચી મુંબઈ માંથી 2 Kg મસાલા નો નાશ કરી રૂ.200/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. સંતોષ બટેટા પૂરી માંથી 3 Kg અખાદ્ય ચટણી નો નાશ કરી રૂ.500/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે તેમજ લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે. શ્રીનાથજી પાઉંભાજી પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે તેમજ રૂ.1,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. કનૈયા મકાઇ ને લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે તેમજ રૂ.200/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. આઝાદ આઇસડીશ ગોલા ને લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે તેમજ રૂ.200/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. શ્રીનાથજી સેવપૂરી- ગોલા ને લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે તેમજ રૂ.200/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. સ્વાદિષ્ટ ફૂડ કોર્ટ ને લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે તેમજ રૂ.200/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે સંતોષ દહી પૂરી, સંતોષ ભેળ/દાબેલી, સાવરીયા પાણિપુરી, સંતોષ ભેળ/રગડો પેઢી ને રૂ.200/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. તેમજ શ્રીનાથજી ચાઇનીઝ, કનૈયા લસ્સી, સંતોષ ભૂંગળા બટેટા, G.K. ફાસ્ટ ફૂડ, બાઇટ્સ કુલ્ચા, મહાદેવ વડાહબ, પ્રભુ જાલમુરી, ધ ગ્રીલ & ચીલ સેન્ડવિચ, શ્રી હરી ફાસ્ટ ફૂડ, બ્રિંગ યોર ઓવન બેગ ને લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે. તથા A-1 મદ્રાસ કાફે, ધોરાજી ભૂંગળા બટેટા, પીઝા પાર્લર, A-1 સ્ટીમ ઢોકળા, સાધના ભૂંગળા બટેટા, નીકી”ઝ આઈસ પેઢીની ની ચકાસણી કરવામાં આવી છે.
મવડી પાળરોડ, રામધણ પાછળ, આસોપાલવ એપાર્ટમેન્ટ પર આવેલ શ્રીનાથજી રેસ્ટોરન્ટને લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે તેમજ રૂ.2,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. શ્રીનાથજી હોટલ & પાન પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે તેમજ રૂ.2,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. બાલાજી એન્ટરપ્રાઇઝ (મુંબઈયા મિસળ – વડાપાઉં) MMV ને લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે તેમજ રૂ.2,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. 20/25 જાગનાથ કોર્નર પર આવેલ આકાશદીપ રેસ્ટોરન્ટ ને લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે તેમજ રૂ.5,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરાયો છે.
ગોંડલ રોડ પર આવેલ સંગિતા રેસ્ટોરન્ટ માંથી 22 Kg કઠોળ, બાફેલા ચણા નો નાશ કરેલ છે તેમજ રૂ.2500/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. રાજ મંદિર રેસ્ટોરન્ટ માંથી 2 Kg રોટલા નો નાશ કરેલ છે તેમજ રૂ.500/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. ધ્રુવી ગઠિયા, ભજીયા માંથી 5 Kg શીંગદાણા, વાસી મરચાં નો નાશ કરેલ છે તેમજ રૂ.500/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. શિવ રગડો માંથી 5 લિટર ચટણી નો નાશ કરેલ છે તેમજ રૂ.1000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. અક્ષર રેસ્ટોરન્ટ માંથી 4 Kg લોટનો નાશ કરેલ છે તેમજ રૂ.500/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. ઇલુભાઇ ગાંઠિયા વાળા માંથી 3 Kg ઘૂઘરાની ચટણી નો નાશ કરેલ છે તેમજ રૂ.200/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. પકોડા સેન્ટર (કનૈયા રેસ્ટોરન્ટ) માંથી 3 Kg ગાંઠિયાની ચટણી નો નાશ કરેલ છે તેમજ રૂ.500/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. પ્રમુખ સોડા શોપ માંથી રૂ.200/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. હોટલ માલધારી માંથી રૂ.1000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. તેમજ કોલ્ડ હાઉસ, ચામુંડા રસ ની સ્થળ પર તપાસ કરવામાં આવેલ. રામેશ્વર રેસ્ટોરન્ટ (રંગોલી હોટલ) પેઢીને રૂ.1000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે તેમજ નોટિસ આપેલ છે. ખોડિયાર હોટલ ને રૂ.1000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે તેમજ નોટિસ આપેલ છે. A.K.લાઈવ ફૂડઝોન રૂ.1000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે તેમજ નોટિસ આપેલ છે.
પ્રધ્યુમાન પાર્ક અને મવડી ચોકડી વિસ્તાર પર આવેલ શિવધારા ફૂડઝોન માંથી 8 Kg અખાદ્ય જથ્થાનો નાશ કરેલ છે. તેમજ નોટિસ આપેલ છે શ્રી રામ કેન્ટીન માંથી 5 Kg વાસી ભાજી નો નાશ કરેલ છે. તેમજ લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે. પોરબંદરના પ્રખ્યાત ચાઇનીઝ & મોમોઝ માંથી 5 Kg અજીનો મોટો/મંચૂરિયન નો નાશ કરેલ છે. તેમજ લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે. માં ચામુંડા કેન્ટીન, તિરુપતિ કેન્ટીન, ધર્મરાજ વડાપાઉં, રાધિકા આઇસ્ક્રીમ & બદામ શેક ને નોટિસ આપેલ છે. તેમજ મુરલીધર નાસ્તા ગૃહ ની સ્થળ તપાસ કરેલ છે.
ન્યુ જાગનાથ રોડ/જાગનાથ ચોક વિસ્તાર પર આવેલ નારાયણ દિલ્લીચાટ & ફાસ્ટફૂડ માંથી 2 Kg અખાદ્ય ચટણી નો નાશ કરેલ છે. તેમજ નોટિસ આપેલ છે. બિહારીફ દાબેલી & વડાપાઉં ને નોટિસ આપેલ છે. આકાશદીપ રેસ્ટોરન્ટ, બાલાજી સેન્ડવિચ, સાગર ઘૂઘરા વડાપાઉં, રઘુવંશી પાણિપુરી ની સ્થળ તપાસ કરેલ છે. બસસ્ટેન્ડની અંદર તેમજ બસસ્ટેન્ડની સામેની બાજુએ વિસ્તાર પર આવેલ 14 દુકાનો માંથી 41 Kg અખાદ્ય જથ્થાનો નાશ કરેલ છે. તેમજ રૂ.9700/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. ૐ નગર-40 ફૂટ રોડ વિસ્તાર પર આવેલ 16 દુકાનો/રેકડી માંથી 18 Kg અખાદ્ય જથ્થાનો નાશ કરેલ છે. તેમજ 2 પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે.


