- પ્રવાસ અંગે નિયમો કડક બનતાં આયોજન ઓછા થયા
- શાળા પ્રવાસના નિયમો 14 થી વધારી 24 કરાયાની અસર
- વડોદરા હરણી બોટ દુર્ઘટના બાદ માત્ર 3 અરજીઓ મળી
વડોદરા હરણી બોટ દુર્ઘટનાની અસર ગુજરાતની શાળાઓના પ્રવાસ પર અસર જોવા મળી રહી છે. વડોદરામાં બનેલી હરણી હોનારતે વાલીઓ અને શાળાઓમાં ભય ફેલાવી દીધો છે. જેને પગલે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા સંચાલકો બાળકોના પ્રવાસને લઈને અસમંજસમાં જોવા મળી રહ્યાં છે. ત્યારે અમદાવાદની શાળાઓના પ્રવાસ પર અસર જોવા મળી રહી છે.
શાળા પ્રવાસ અંગેના નિયમોમાં ફેરફાર
મળતી માહિતી મુજબ, હરણી હોનારત બાદ શાળાઓના પ્રવાસ પર અસર જોવા મળી છે. ત્યારે અમદાવાદની શાળાઓના પ્રવાસ પર સીધી અસર દેખાઈ રહી છે. અમદાવાદની શાળાઓના પ્રવાસ કાર્યક્રમોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હરણી હોનારત બાદ શાળાઓના પ્રવાસને લઈને નિયમો કડક બનતા શાળા પ્રવાસના આયોજન પર અસર દેખાઈ છે અને પ્રવાસ આયોજનો ઓછા થયાં છે.
શાળા પ્રવાસના નિયમો 14 થી વધારી 24 કરાયાં
શાળા પ્રવાસના નિયમોમાં ફેરફાર થવાથી નવા નિયમો લાગુ પડતાં 14 નિયમોથી વધારીને હવે 27 નિયમો કરી દેવાતા શાળા પ્રવાસના આયોજનો ઓછા થઈ ગયાં છે. હરણી હોનારત બાદ નિયમોમાં વધારો કરાતાં પ્રવાસની અરજીઓ ઘટી ગઈ છે. નોંધનીય છે કે, વડોદરા હરણી બોટ દુર્ઘટના બાદ શાળા પ્રવાસ માટે માત્ર 3 જ અરજીઓ મળી છે.ૉ
રાજ્ય બહાર શૈક્ષણિક પ્રવાસ અંગે
શાળા પ્રવાસમાં વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે સૂચનાઓ જાહેર કરી છે. કોઇ પણ શાળાઓએ રાજય બહાર શૈક્ષણિક પ્રવાસ યોજ્યો હશે તો ગાંધીનગર શાળા કચેરી થી પરવાનગી લેવી પડશે. આ ઉપરાંત પોલીસને પણ જાણ કરવી પડશે તથા વાલીઓનું સંમતિ પણ લેવી પડશે, નહિ તો પ્રવાસની મંજૂરી અપાશે નહિ.
રાજ્ય બહારન પ્રવાસ અંગે મંજૂરી આવશ્યક
ગાંધીનગરની શાળા કચેરી કાર્યાલય દ્વારા સ્કૂલોમાં શૈક્ષણિક પ્રવાસને લઇને ગાઇડ લાઇન જાહેર કરી છે. વિદ્યાર્થીઓની સલામતી જળવાઇ રહે તે માટે શાળાઓએ પૂરતી તકેદારી રાખવી પડશે. શાળાઓ પોતાની રીતે કોઇ પ્રવાસ ઉપાડી શકશે નહિ. શાળાઓને શૈક્ષણિક પ્રવાસ બાબતે આપવામાં આવેલી સૂચના માં જણાવવામાં આવ્યું છે કે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ પૂરતી ચકાસણી કર્યા પછી જ પ્રવાસની મંજૂરી આપવી પડશે. રાજ્યની અંદરના પ્રવાસ માટે ડીઇઓ કચેરી ની મંજૂરી મેળવવી પડશે. રાજય બહારના પ્રવાસ માટે દરખાસ્ત ડીઇઓ કચેરી ખાતે મોકલવાની રહશે અને તેઓ દ્વારા ગાંધીનગર ખાતે પરવાનગી મોકલવામાં આવશે ઓછામાં ઓછાં 15 દિવસ પહેલા મંજૂરી લેવી પડશે. એમ જાણવા મળે છે.
રાજય બહાર પ્રવાસની મંજૂરી પત્રનું ચેક લીસ્ટ
- જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો અભિપ્રાય લેટર
- દરખાસ્ત સાથેનું ડીઇઓ કચેરીનું ભલામણ પ્રમાણપત્ર
- પોલીસ કચેરીના જાણ કરતો પત્ર
- શૈક્ષણિક પ્રવાસ અંગેનો કાર્યક્રમ અને રૂટ
- પ્રવાસમાં જોડાનાર વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોની યાદી
- વાલીઓનું સંમતિ પત્રક
- જે વાહનમાં પ્રવાસ ખેડવાનો છે તેના ડોક્યુમેન્ટ જેવા કે આરસીબુક,વીમો,પીયુસી
- ડ્રાઇવરના ડોક્યુમેન્ટ જેવા કે લાયસન્સ,આધાર કાર્ડ


