- US-UKના જહાજો પર સતત કરી રહ્યું છે હવાઈ હુમલા
- અમેરિકન કોસ્ટ ગાર્ડે હુતી-નિયંત્રિત જહાજ જપ્ત કર્યું
- ગેરકાયદેસર રીતે હથિયારો લશ્કરી સાધનો મોકલાતા હતા
અમેરિકાએ સત્તાવાર રીતે યમનના હુતી સંગઠનોને આતંકવાદી જૂથ તરીકે ફરીથી જાહેર કર્યા છે. મળતી માહિતી મુજબ, હુતી સંગઠનો છેલ્લા ઘણા મહિનાઓથી અમેરિકન અને બ્રિટિશ જહાજો પર મિસાઈલથી હુમલો કરી રહ્યા હતા, ત્યારબાદ અમેરિકાએ ફરી એકવાર હુતી સંગઠનોને આતંકવાદી જૂથ તરીકે ઘોષિત કર્યા છે.
US સેન્ટ્રલ કમાન્ડે ગુરુવારે જણાવ્યું હતું કે US કોસ્ટ ગાર્ડે હુતી-નિયંત્રિત જહાજને પણ જપ્ત કર્યું છે. આ જહાજ ઈરાની મૂળનું હોવાનું કહેવાય છે અને તે યમન તરફ જઈ રહ્યું હતું. આ જહાજમાં ગેરકાયદેસર રીતે હથિયારો અને લશ્કરી સાધનો મોકલવામાં આવતા હતા.
US કોસ્ટ ગાર્ડે 200 થી વધુ પેકેજો જપ્ત કર્યા છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, હુતી-નિયંત્રિત જહાજમાં મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઇલો, વિસ્ફોટકો, મિસાઇલ લોન્ચિંગ સિસ્ટમ અને સંચાર સંબંધિત સાધનો હતા.


