- હમાસની શતી બટાલિયનનો એક કમાન્ડર અહમદ ઘોલને ઠાર મરાયો
- IDF અને ISAના સંયુક્ત ઓપરેશનમાં ઇઝરાયલને મળી મોટી સફળતા
- અરબી ન્યૂઝ ચેનલનો પત્રકાર પણ હમાસ તરફથી યુદ્ધમાં ઉતર્યો: IDF
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) અને ISAના સંયુક્ત ઓપરેશનમાં હમાસની શતી બટાલિયનના એક કમાન્ડર અહમદ ઘોલને ઠાર મારવામાં આવ્યો છે. અહમદ ઘોલ પર 7 ઓકટોબરના નરસંહારમાં સામેલ હોવાનો આરોપ છે. તેને એક હવાઈ હુમલામાં ઠાર મારવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, તે સમયે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. એવામાં ઇઝરાયલી સેનાએ મોટો દાવો કર્યો છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સનો દાવો છે કે પેલેસ્ટાઈનમાં અરબી ન્યૂઝ ચેનલનો પત્રકાર હમાસનો વરિષ્ઠ કમાન્ડર છે અને હમાસ વતી યુદ્ધમાં પણ ભાગ લઈ રહ્યો છે. એજન્સી અનુસાર, જે પત્રકાર પર આ આરોપો લગાવવામાં આવ્યા છે તેનું નામ મોહમ્મદ વશાહ છે.
ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સનો દાવો છે કે અમુક સપ્તાહ પહેલા મધ્ય ગાઝામાં એક ઓપરેશન દરમિયાન વાશાહનું લેપટોપ રિકવર કરવામાં આવ્યું હતું. લેપટોપમાંથી કેટલીક તસવીરો મળી આવી હતી, જેના આધારે જાણવા મળ્યું હતું કે વાશાહ હમાસની આર્મી વિંગમાં વરિષ્ઠ કમાન્ડર છે અને તેણે ઘણી વખત યુદ્ધમાં પણ ભાગ લીધો છે.
IDFના અરબી ભાષાના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ અવિચાઈ અદ્રેએ જણાવ્યું કે વાશાહના વિરોધમાં પુરાવા એક લેપટોપ માંથી મળ્યા છે. આ લેપટોપ મોહમ્મદ વાશાહનું જ છે. વાશાહ તાજેતરમાં એક અરબી ન્યૂઝ ચેનલના પ્રસારણમાં જોવા મળ્યો હતો.


