- રક્ષામંત્રીની અધ્યક્ષતા વાળા DACએ ખરીદ પ્રસ્તાવોને આપી મંજૂરી
- નેવી અને કોસ્ટ ગાર્ડના સર્વેલન્સને વધુ મજબૂત કરવામાં આવશે
- એર ડિફેન્સ સિસ્ટમને મજબૂત કરવા સ્ટ્રેટેજિક કંટ્રોલ રડાર ખરીદાશે
સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે સશસ્ત્ર દળોની તમામ લડાયક ક્ષમતાઓને વેગ આપવા માટે મલ્ટી-રોલ મેરીટાઇમ એરક્રાફ્ટ સહિત રૂ. 84,560 કરોડના સૈન્ય હાર્ડવેરની ખરીદીને મંજૂરી આપી દીધી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહની આગેવાની હેઠળની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) એ આ ખરીદ પ્રસ્તાવોને મંજૂરી આપી દીધી છે. DAC દ્વારા મંજૂર કરાયેલ દરખાસ્તોમાં નવી પેઢીની એન્ટિ-ટેન્ક માઇન્સ, એર ડિફેન્સ સ્ટ્રેટેજિક કંટ્રોલ રડાર, હેવી ડ્યુટી ટોર્પિડોઝ, મીડિયમ રેન્જના મેરીટાઇમ રિકોનિસન્સ અને મલ્ટી-રોલ સી એરક્રાફ્ટ, ફ્લાઈટ રિફ્યુઅલર એરક્રાફ્ટ અને સોફ્ટવેર ડિફાઈન્ડ રેડિયોનો સમાવેશ થાય છે.
નૌસેના અને કોસ્ટ ગાર્ડને મળશે નવા ઉપકરણો
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે DAC એ ભારતીય નૌસેના અને કોસ્ટ ગાર્ડની દેખરેખ અને હસ્તક્ષેપ ક્ષમતાઓને મજબૂત કરવા માટે મધ્યમ-શ્રેણીના મેરીટાઇમ રિકોનિસન્સ એરક્રાફ્ટ અને મલ્ટી-રોલ મેરીટાઇમ એરક્રાફ્ટની ખરીદીને મંજૂરી આપી છે.
એર ડિફેન્સ સ્ટ્રેટેજિક કંટ્રોલ રડારની ખરીદીને મંજૂરી
એર ડિફેન્સ સિસ્ટમને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે એર ડિફેન્સ સ્ટ્રેટેજિક કંટ્રોલ રડારની ખરીદીના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે. આ ખાસ કરીને ધીમા, નાના અને ઓછા ઉડતા લક્ષ્યોને શોધવાની ક્ષમતાઓને મજબૂત બનાવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે DAC એ ભારતીય વાયુસેનાની પરિચાલન ક્ષમતાઓ અને પહોંચને વધારવા માટે ફ્લાઇટ રિફ્યુલર એરક્રાફ્ટની પ્રાપ્તિ માટે આવશ્યકતાની મંજૂરી આપી છે.
સંરક્ષણ સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ બનાવવા માટે પણ પહેલ
DAC એ અનુકૂળ સંરક્ષણ સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ બનાવવા માટે પણ પહેલ કરી છે. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે ઇનોવેશન ફોર એક્સેલન્સ (iDEX) અને સ્ટાર્ટ-અપ્સ અને MSMEs પાસેથી અદ્યતન તકનીકોની ખરીદીને પ્રોત્સાહન આપવા સંરક્ષણ અધિગ્રહણ પ્રક્રિયા (DAP) 2020 માં સંશોધનને મંજૂરી આપી છે. આ હેઠળ, બેન્ચમાર્કિંગ, ખર્ચની ગણતરી, ચુકવણી શેડ્યૂલ અને ખરીદીની માત્રા નક્કી કરવામાં આવે છે. આ iDEX અને TDF યોજનાઓ હેઠળ સ્ટાર્ટ-અપ્સ અને MSME માટે સહાયક વ્યવસાયિક વાતાવરણની સાથે સાથે ખૂબ જ જરૂરી પ્રોત્સાહનો પ્રદાન કરશે. આ વાસ્તવમાં ઈઝ ઓફ ડૂઇંગની ભાવનાથી પ્રેરિત થશે.
CdoTએ બનાવેલ સંવાદ એપનું DRDO દ્વારા સેફટી ટેસ્ટ
ભારતીય નૌકાદળ માટે CDoT દ્વારા વિકસિત સંવાદ એપનું DRDO દ્વારા સેફટી ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તેને ટ્રસ્ટ એશ્યોરન્સ લેવલ (TAL) 4 માટે મંજૂરી આપવામાં આવી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ કહ્યું છે કે એન્ડ્રોઈડ અને આઈઓએસ પર ચાલતી આ એપ એન્ડ ટુ એન્ડ સિક્યોરિટી સાથે વોઈસ અને ટેક્સ્ટ મેસેજિંગ સુવિધા પૂરી પાડે છે.


