- કેનેડામાં ભારતીય મૂળના લોકોને ખંડણીના ફોન આવવાનો સીલસીલો યથાવત્
- કેનેડિયન પોલીસનો દાવો છે – આ સંગઠિત ગુનાખોરીનો મામલો છે
- કેનેડાના ત્રણ રાજ્યોની પોલીસ દ્વારા તપાસ કરાશે
કેનેડામાં છેલ્લા કેટલાક સમયથી ભારતીય મૂળના લોકોને ખંડણી માટે ધમકીભર્યા ફોન આવવાની ઘટના બની છે. જેથી કેનેડા પોલીસે એક રાષ્ટ્રીય સ્તરે ટીમ બનાવી આ સમગ્ર મુદ્દાઓની તપાસ કરશે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસની નેશનલ કોર્ડિનેશન અને સપોર્ટ ટીમ સાથે મળીને કામ કરશે. આ ઘટનાઓની તપાસ કરી રહી છે. આ ઓંટારિયો, અલ્બર્ટા, બ્રિટિશ કોલંબિયા આ ત્રણેય રાજ્યોમાં જ ભારતીય અને દક્ષિણ એશિયન મૂળના નેતાઓને ખંડણી માટે ફોન આવવાની ખબરો સામે આવી હતી.
કેનેડિયન પોલીસનો દાવો છે – આ સંગઠિત ગુનાખોરીનો મામલો છે
કેનેડા પોલીસના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે તપાસ ટીમ ખંડણી માટે આવેલા ધમકી ભર્યા કોલ પાછળનો હેતુની તપાસ કરી રહી છે. તેમને જણાવ્યું કે આ કેસ સંગઠિત ગુના સાથે સંકળાયેલો છે. ગત કેટલાક મહિના પહેલા કેનેડામાં સાઉથ એશિયન મૂળના લોકો ખાસ કરી ભારતીય મૂળના લોકોને ખંડણી માટે ધમકીભર્યા ફોન આવ્યા હતા. આ મુદ્દે ઘણી પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ હતી. કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા પછી કેનેડામાં ભારતીય મૂળના લોકો ખાસ કરી હિંદુઓ વિરુદ્ધ હુમલા વધી ગયા છે. અનેક હિંદુ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે.
ભારતીય મૂળના લોકોના ઘર પર ફાયરિંગ
કેટલાક ભારતીય લોકોના ઘર પર ગોળીબારની ઘટનાઓ સામે આવી હતી. ગુનેગારોએ કોલ કરી લોકોને સલામત રહેવા 20 લાખ ડોલરની ખંડણી માંગી હતી. ગત વર્ષે નવેમ્બરમાં કેનેડાની પોલીસે દાવો કર્યો હતો કે આ ઘટનાઓ પાછળ ભારતના એક ક્રિમિનલ ગેંગનો હાથ છે. જે કેનેડામાં સાઉથ એશિયન મૂળના લોકોને ટાર્ગેટ કરી રહ્યો છે. ગત વર્ષે ડિસેમ્બરમાં કેનેડામાં વૈદિક હિંદુ કલ્ચરલ સોસાયટીના અધ્યક્ષના પુત્રના ઘર પર ફાયરિંગની ઘટના સામે આવી હતી. આ કેસમાં કેનેડા પોલીસે બે લોકોની ધરપકડ કરી હતી. જો કે બાદમાં પૂછપરછ પછી બંનેને છોડી મુક્યા હતા.


