ગુજરાતમાં ફરીથી પેપર ફૂટયું છે. જેમાં NCC સી.સર્ટિફિકેટનું પેપર ફૂટયુ છે. તેમાં ભાવનગર ખાતે આજે પરીક્ષા યોજાવાની હતી. ત્યારે પરીક્ષાના કલાક પહેલા જ પેપર ફૂટયુ છે. જેમાં ભાવનગર તેમજ અમરેલી જિલ્લાના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા.
NCC સી.સર્ટિફિકેટની 448 જેટલા કેડેટ પરીક્ષા આપવાના હતા. સી.સર્ટિફીકેટ સાથે નેવલ અને એરફોર્સને લગતી પરીક્ષા યોજાવાની હતી. તેમાં પેપર ફૂટતા હાલ પરીક્ષા મોકૂફ રખાઈ છે. ભાવનગર અમરેલી સહિતના જિલ્લામાંથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતા તેમને હવે ધક્કો પડ્યો છે. ગુજરાતમાં વારંવાર પરીક્ષાના પેપર ફૂટવાનો મામલો સામે આવે છે. જેમાં તલાટી, શિક્ષક અને સરકારી નોકરીના પેપર ફૂટતા હતા. પણ હવે તો NCC સી.સર્ટિફિકેટનું પેપર ફૂટતા ચર્ચાનો વિષય બન્યો છે.


