- સિગ્નેચર બ્રિજ પર કાર ચાલકનો વીડિયો વાયરલ થયો
- કાર મારફતે બેટ દ્વારકા જતા હોય તેવો વીડિયો વાયરલ
- ઓખા બેટ દ્વારકા વચ્ચેના સિગ્નેચર બ્રિજનું કામ હજુ ચાલુ
PM ઉદ્ઘાટન કરે તે પહેલા સિગ્નેચર બ્રિજ કોણે ખોલ્યો ? ઓખા બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજનો વીડિયો વાયરલ થયો છે. તેમાં સિગ્નેચર બ્રિજ પર કાર ચાલકનો વીડિયો વાયરલ થતા ચર્ચાઓ શરૂ થઇ છે. કાર મારફતે બેટ દ્વારકા જતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે.
ઓખા બેટ દ્વારકા વચ્ચેના સિગ્નેચર બ્રિજનું કામ હજુ ચાલુ છે
ઓખા બેટ દ્વારકા વચ્ચેના સિગ્નેચર બ્રિજનું કામ હજુ ચાલુ છે. તેમજ બ્રિજ પર જવાની બિલકુલ મનાઇ છતા કાર ઘૂસ્યાના દ્રશ્યો સામે આવ્યા છે. ઓખા બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરે તે પહેલા વીઆઈપી માટે આ બ્રિજ કોણે ખોલી આપ્યો છે. ઓખા બેટ દ્વારકા વચ્ચેના સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન થવુ જરૂરી છે ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડીયો વાયરલ થઇ રહ્યો છે.
સિગ્નેચર બ્રિજ પર કારમાં બેસી મોજ મઝા કરતાં અજાણ્યા વ્યક્તિઓ
ઓખા બેટ દ્વારકા વચ્ચેના સિગ્નેચર બ્રિજ પર કારમાં બેસી મોજ મઝા કરતાં અજાણ્યા વ્યક્તિઓ દેખાઇ રહ્યાં છે. જેમાં ઓખા બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજનું હજુ કામ ચાલુ છે આ બ્રિજ પર જવાની બિલકુલ મનાઇ હોવા છતા આ રીતે વીડિયો કોણ બનાવી શકે તે જાણવા માટે લોકો તત્પર થઇ રહ્યાં છે.


