- નગરજનોના સ્વાસ્થ્ય ઉપર તોળાતા સંકટથી નારાજગી
- નગરના રાજમાર્ગો સાફ કરવા ઉઠેલી પ્રજાની પ્રબળ માગ
- નગરનાં રાજમાર્ગો સાફ્ કરવામાં આવે તેવી પ્રજાની પ્રબળ માંગ ઉઠી છે
છોટા ઉદેપુર નગર માં છેલ્લાં ઘણાં સમયથી રસ્તા ઉપર વાહનો પસાર થતા ધૂળ ઉડતી જોવા મળી રહી છે. હાલ શિયાળાનો મોસમ હોય રસ્તા ઉપર ચોંટેલી ધૂળ કોરી પડી જતા વાહનોની ભારે અવરજવરને કારણે ઉડતી જોવા મળે છે. જે પ્રજાના સ્વાસ્થ્ય માટે સંકટ રૂપ હોય જેથી નગરનાં રાજમાર્ગો સાફ્ કરવામાં આવે તેવી પ્રજાની પ્રબળ માંગ ઉઠી છે. રસ્તા પર ઉડતી ધૂળના કારણે થતું પ્રદૂષણથી પ્રજા ત્રાહિમામ્ પોકારી ઉઠી છે.
છોટાઉદેપુર નગરમાં રસ્તા ઉપર ચોંટેલી ધૂળ નગરમાં આવેલાં ઘરોમાં ભરાય જાય છે. પૂર ઝડપે દોડતા વાહનોના કારણે મુખ્ય માર્ગ ઉપર જેઓના મકાન હોય તેઓના ઘરમાં ઉડતી ધૂળ ઘરમાં ભરાય જતી હોય એ રહીશોના સ્વાસ્થ્યની સાથે સાથે કચરો પણ વધું કરે છે. જે રોડ ઉપર ફેલાયેલી ધૂળને પાલીકા તંત્ર દ્વારા સત્વરે સાફ્ કરવી અત્યંત જરૂરી છે.
છોટા ઉદેપુર નગર ના મૂખ્ય માર્ગો પાસે ઘણાં રહેણાંક વિસ્તાર આવેલાં છે. જ્યારે હાલ શરદી, ખાંસી ના કેસ વધી રહ્યા છે જેવા સમયે રસ્તા ઉપર ચોંટેલી ધૂળ વાહનોના અવર જવરના કારણે પ્રજાના ઘરમાં ભરાય જાય છે સાથે સાથે દ્વિચક્રી વાહન ચાલકો ને પણ હેરાન પરેશાન કરી મૂકે છે. રાત્રીના સમયે નગરમાં પૂર ઝડપે ચાલતાં બાઇકચાલકો પણ ધૂળ ઉડાવતા જોવા મળે છે. તેઓ સામે પણ કાર્યવાહી કરવી જરૂરી છે. લાખોના ખર્ચે નગર પાલિકા દ્વારા રોડ સ્વીપર મશીન વસાવવામાં આવ્યું હતું. જે હાલ બંબાખાના માં પોતે જ ધૂળ ખાઈ રહ્યુ છે અને પ્રજા શરદી ખાંસી જેવી બીમારી તથા પ્રદૂષણનો શિકાર બની રહી છે
પાલિકાના સ્વિપર મશીનના તૂટેલા સાવરણા
વર્ષો પહેલાં છોટાઉદેપુર નગર પાલિકા દ્વારા અંદાજે સતર લાખના ખર્ચે રોડ સ્વિપર મશીન વસાવવામાં આવ્યું હતું. જે મશીન થોડા સમય માટે નગરના માર્ગો ઉપર પડેલી ધૂળ સાફ્ કરવા માં કામ લાગ્યું ત્યાર બાદ મશીનના સાવરણા તૂટી ગયા હતા જે આજ સુધી રિપેર થઈ શક્યા નથી નગર પાલિકા લાખોનો ખર્ચ કરી નવા નવા વિકાસના કામો મંજૂર કરે છે પરતું રોડ સ્વિપર મશીનનું સમારકામ કે નવા સાવરણા નાખવા માટે પાલીકા તંત્ર પાસે સમય ન હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ઉડતી ધૂળનો ભોગ નગરની પ્રજા બની રહી છે અને પાલીકા દ્વારા લાખોના ખર્ચે વસાવેલું રોડ સવીપર મશીન ધૂળ ખાઈ રહ્યુ છે.


