- ખેતરમાં ચાલતા જુગારના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા
- 358 કોઈન, 4 વાહનો, 13 મોબાઈલ અને જુગાર સાધનો મળી 2.31 લાખનો મુદ્દામાલ જપ્ત
- 19થી વધુ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો
મહેસાણા તાલુકા પંથકમાં વ્યાપેલી જુગારની બદી મામલે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને ગંધ આવી જતા જુગારના ધસમસતા અડ્ડા પર દરોડા પાડવામાં આવ્યા હતા. જીસ્ઝ્રના દરોડા દરમિયાન છઠિયારડા ગામે અમથાભાઈના ખેતરના ચાલતા જુગારના અડ્ડા પરથી 13 જુગરિયા ઝડપાઇ આવ્યા હતા. જ્યારે 13 જેટલા શખ્સો ફ્રાર રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી 358 પ્લાસ્ટીકના કોઈન, 4 વાહનો, 13 મોબાઈલ અને જુગારના સાધનો મળી 2.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે 19થી વધુ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
મહેસાણા તાલુકાના છઠિયારડા ગામે આવેલ અમથાભાઈ રબારીના ખેતરમાં છેલ્લા કેટલાક સમયથી જુગારનો અડ્ડો ધસમસતો હતો. જ્યાં છઠિયારડા ગામે આવેલ અમથાભાઈ રબારીના ખેતરમાં આરીફ્ ઉફ્ર્ે બોબો સોહેબખાન પઠાણ, રહે. મહેસાણા વાળો જુગારનો અડ્ડો ચલાવતો હતો. જે બાબતે સ્થાનિક પોલીસ તંત્ર નિંદ્રાધીન રહેતા જુગારના અડ્ડાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને મળી હતી. જે આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રાત્રીના સમયે ખેતરમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડા પાડતા 13 જેટલા શખ્સો જુગાર રમતા ઝડપાઇ આવ્યા હતા. જ્યારે અન્ય 13 જેટલા શખ્સો ફ્રાર રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી 358 કોઈન, 4 વાહનો, 13 મોબાઈલ અને જુગાર સાધનો મળી 2.31 લાખનો મુદ્દામાલ જપ્ત કરી મહેસાણા તાલુકા પોલીસ મથકે કુલ 19 સામે ગુનો નોંધી વધુ તપાસ આદરી હતી.


