- પત્નીને સમજાવી યુવકની જિંદગી પાટા પર લાવવામાં આવે તે પહેલાં જ તેનું મોત થયું
- જેના પર ભરોસો મૂક્યો તે જ મિત્રએ યુવકને કાવતરું રચી મારી નાખવા અકસ્માત કરાવ્યો
- મિત્ર પર ભરોષો મૂકી તેના વ્યવસાય અને પરિવાર સાથે પણ જોડયો હતો
મહેસાણા પંથકમાં એક 49 વર્ષીય પરણિત પુરુષની લાલજાજમ સમાન જિંદગી એક મિત્રતાની ગદ્દારીમાં સ્મશાનની રાખ બની હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. પરિવારમાં માતાપિતા અને બે બાળકો સાથે પત્નીની જવાબદારી સંભાળતો યુવક એક કંપની શરૂ કરતાં જાહોજલાલી વચ્ચે પોતાના જીવનનો સુવર્ણ સમય વિતાવી રહ્યો હતો. જ્યાં તેને પોતાના એક મિત્ર પર ભરોષો મૂકી તેના વ્યવસાય અને પરિવાર સાથે પણ જોડયો હતો.
આ મિત્રતામાં યુવક મિત્ર પર આંધળો ભરોસો કરી તેના વ્યવસાયની જવાબદારી પણ તેને સોંપી હતી. ત્યાં ભોરોશે મંદ મિત્રએ જ યુવકની પત્ની સાથે આંખ મિલાવી દીધી હતી. આંખો મળતા બને વચ્ચે છૂપો પ્રેમ પાંગરવાની શરૂઆત થઈ હતી. ત્યાં યુવકના મિત્રએ મિત્રતામાં ગદ્દારી કરી તેની પત્ની સાથે અફેર કરી યુવકને મારી નાખવા આયોજન બદ્ધ રીતે ટ્રેક્ટરની ટકકરે યુવકના બાઇકોનો અકસ્માત કરાવ્યો હતો. જેમાં યુવકને ગંભીર ઇજાઓ થતા તે બેભાન અવસ્થામાં કોમામાં સરી ગયો હતો. ઘણા સમય સુધી યુવક કોમામાં રહેતા તેના ગદ્દાર મિત્રએ તેની પત્ની સાથે અફેર કર્યું હતું.
જેને પોતાનો મિત્ર કોમામાં હોવાને લઇ તેની કંપનીનો સામાન વેચી મારી વ્યવસાય બંધ કરવા આરે લાવી દીધો હતો. ત્યાં લાંબો સમય કોમામાં રહેલ યુવક ભાનમાં આવતા તેને પોતાના મિત્રએ ગદ્દારી કરી પોતાની કંપનીમાં નુકસાન કરાવી દેવું કરાવ્યું હોવાનો અને પોતાની પત્ની સાથે તેનું અફેર હોવાનું સામે આવ્યું હતું. જેથી યુવકે તેના મિત્ર સાથેના સંબંધો તોડી પાડયા હતા.
જે બાદ તે સતત માનસિક તણાવ અનુભવતા દારૂના રવાડે ચડી ગયો હતો. યુવક મિત્રતામાં મુકેલ ભરોસો તૂટતા ગદ્દારીનો ભોગ બની બરબાદ થઈ જતા તેની પત્ની પણ તેને છુટાછેડા આપી બાળકો સાથે ચાલી ગઈ હતી. ત્યાં યુવકના માતા-પિતાએ પોતાના દીકરાને દારૂની લત છોડાવવા અને તેનું જીવન પાટા પર લાવવા પોલીસ સ્ટેશન બેઇઝ સ્પોર્ટ સેન્ટરની મદદ માંગી હતી. જે સેન્ટર પર કાઉન્સેલર હેતલ પરમાર દ્વારા યુવકની રજુઆત આધારે તેનું કાઉન્સેલિંગ કરતા તે તેના જીવનમાં ભાગી પડયો હોઈ તેને પોતાની એક સ્ત્ર્રી મિત્ર સાથે લગ્ન કરાવવા રજુઆત કરી હતી. જૉકે તે સ્ત્ર્રી મિત્રએ લગ્ન કરવાની ના પાડતા તે ફ્રી થી પોતાની પત્નીને પરત લાવવા સેન્ટર પર રજુઆત કરી હતી.
જેથી જેથી યુવક અને તેની પૂર્વ પત્ની વચ્ચે સમાધાન કરાવવા PBSC પર પ્રયાસો શરૂ જ કરાયા હતા કે અરજદાર યુવકે કોઈ અગમ્યસર કારણે પોતાના જીવનનો આખરી શ્વાસ લેતા તેના ઘરે જ મૃત્યુ પામ્યો હતો. જ્યાં તબીબો દ્વારા તેના મોત મામલે હાર્ટએટેકનું કારણ આગળ ધરવામાં આવ્યું હતુ. આમ એક યુવકના જીવનની ગાડી પટરી પરથી ઉતરી ગયા બાદ પરત પાટા પર આવે તે પહેલાં જ તેના જીવનના અંતિમ શ્વાસ ગણાઈ ગયા હતા.
યુવક કોમામાં જતાં રહેતા તેના મિત્રએ તેની પત્ની સાથે અફેર કર્યું
અકસ્માતમાં યુવકને ગંભીર ઇજાઓ થતા તે બેભાન અવસ્થામાં મુકાઈને કોમામાં સરી ગયો હતો. ઘણા સમય સુધી યુવક કોમામાં રહેતા તેના ગદ્દાર મિત્રએ તેની પત્ની સાથે અફેર કર્યું હતું. જેને પોતાનો મિત્ર કોમામાં હોવાનો લાભ લઇ તેની કંપનીનો સામાન પણ વેચી મારી વ્યવસાય બંધ કરવા આરે લાવી દીધો હતો.


