- બ્રહ્માંડમાં અન્ય ગ્રહ પર જીવનની શોધ આજે પણ ચર્ચાનો વિષય
- આપની જેમ એલિયન્સ પણ અન્ય ગ્રહોની કરતાં હશે શોધ
- ધરતી પર આવવા માટે એલિયન્સ સામે બે મુખ્ય સમસ્યાઓ
છેલ્લા કેટલાય વર્ષોથી સમગ્ર દુનિયાના હજારો વૈજ્ઞાનિકો પૃથ્વી ઉપરાંત બ્રહ્માંડમાં અન્ય ગ્રહ પર જીવન છે કે નહિ. જોકે, આ વાતની હજુ સુધી કોઈ નક્કર માહિતી નથી મળી શકી. અનેક વર્ષોથી દુનિયાભરના વૈજ્ઞાનિકો ચંદ્ર અને મંગળની ધરતી પર જાઈને એલિયનનો શોધ કરી રહ્યા છે. બની શકે કે જએ રીતે આપણે એલિયનની શોધ કરી રહ્યા છીએ તે જ રીતે એલિયન્સ પણ મનુષ્યોની શોધ કરી રહ્યા હોય. આ વાતને લઈને અનેકવાર અનેક પ્રકારની અફવાઓ પણ મીડિયામાં હેડલાઇન બનતી રહે છે. તો વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો એલિયન પૃથ્વી પર આવે છે તો તેમને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવા પડી શકે છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, એલિયનની શોધને લઈને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના મટીરિયલ સાયન્સ એન એન્જિનિયરિંગ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર સ્કોટ મેકકોર્મેકે તાજેતરમાં જ એક જાણીતા મેગેઝીન સાથે વાત કરી હતી. ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે એમ કહેવું ખોટું ગણાશે કે કરોડો વર્ષોમાં પૃથ્વી પર ક્યારેય એલિયન્સ નહીં આવ્યા હોય. ક્યારેકને ક્યારેકતો ચોક્કસ આવ્યા હશે. જોકે, તેમણે એલિયન્સને ધરતી પર આવવામાં મુખ્ય બે સમસ્યાઓ અંગે જણાવ્યું.
ધરતી પર આવવા માટે એલિયન્સ પાસે શું હોવું જરૂરી છે?
સ્કોટ મેકકોર્મેકે કહ્યું કે અત્યારસુધીની શોધ મુજબ પ્રકાશથી વધુ અન્ય કોઈની ઝડપ નથી. અને એલિયન્સને પૃથ્વી પર આવવા માટે પ્રકાશની ગતિથી આવવું પડશે. તેના માટે એલિયન્સ પાસે શ્રેષ્ટ સાયન્સ અને ટેકનોલોજી હોવી જરૂરી છે. કારણ કે પ્રકાશની ગતિને સહન કરી શકે તેવો કોઈ પદાર્થ હજુ સુધી વૈજ્ઞાનિકોને મળ્યો નથી. પ્રકાશની ગતિથી ચાલવા માટે ખૂબ જ પ્રમાણમાં ઉર્જાની પણ જરૂર પડશે. આટલી ઉર્જા ઉત્પન્ન કરવા માટે શ્રેષ્ઠ વૈજ્ઞાનની જરૂર છે. શું એલિયન્સ આટલા એડવાન્સ હશે તે કહેવું મુશ્કેલ છે.


