- ઇન્ડિયા સમિટ ઓન એજ્યુકેશન નોલેજ એક્સચેન્જ કાર્યક્રમ યોજાયો
- માલી, ગુઇનિઆ, મોરિટાનિયા દેશના શિક્ષણ મંત્રીઓ હાજર
- વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં વિવિધ માહિતી મેળવી
13 દેશના શિક્ષણ મંત્રીઓ ગાંધીનગરની મુલાકાતે છે. જેમાં 13 દેશના શિક્ષણ મંત્રીઓએ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત કરી છે. ઇન્ડિયા સમિટ ઓન એજ્યુકેશન નોલેજ એક્સચેન્જ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર હાજર રહ્યાં છે.
માલી, ગુઇનિઆ, મોરિટાનિયા દેશના શિક્ષણ મંત્રીઓ હાજર
માલી, ગુઇનિઆ, મોરિટાનિયા દેશના શિક્ષણ મંત્રીઓ હાજર છે. તેમજ સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, બેનિન, લિબેરિયા, કેમરૂન, મોંગોલિયા, ઘાના દેશોના શિક્ષણમંત્રીઓ હાજર છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં શાળા શિક્ષણના તમામ ઈનીશીયેટિવ્સના દર વર્ષે લગભગ 500 કરોડથી પણ વધારે ડેટા સેટનું એકત્રીકરણ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થીઓના ધોરણ-અનુરૂપ અભ્યાસનું પરિણામ વધારે સારું બને તે માટે બિગ ડેટા એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ખૂબ મોટા ડેટાનું અર્થપૂર્ણ એનાલિસિસ કરવામાં આવે છે તથા School Education Dashboard દ્વારા રાજ્ય >જિલ્લો > બ્લોક > ક્લસ્ટર > શાળા> ધોરણ > વિષય > વિદ્યાર્થી એમ સર્વસ્તરીય રીયલટાઇમ ઓનલાઇન મોનિંટરીગ કરવામાં આવે છે.
4 લાખ જેટલા શિક્ષકોની દૈનિક ઑનલાઇન હાજરી નોંધવામાં આવે છે
વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે રાજ્યના તમામ 1.15 કરોડ વિદ્યાર્થીઓની તેમજ તમામ 4 લાખ જેટલા શિક્ષકોની દૈનિક ઑનલાઇન હાજરી નોંધવામાં આવે છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એકમ કસોટી, સત્રાંત અને વાર્ષિક પરીક્ષા લેવામાં આવે છે આ પરિક્ષાઓના પરિણામ સ્વરૂપ દરેક વિષય અને દરેક વિદ્યાર્થી-દીઠ Learning-Outcomes આધારીત Student Report Card આપનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે અને અત્યાર સુધીમાં લગભગ 17 કરોડ જેટલા Student Report Card આપવામાં આવ્યા છે.


