- પોલીસ યોગ્ય પૂછપરછ ન કરતી હોવાનો વકીલનો આક્ષેપ
- પોલીસે સમન્સ આપ્યા વિના કેવી રીતે તપાસ કરે છે : વકીલ
- પોલીસ તપાસમાં ઢીલાશ મુક્તી હોવાનો વકીલનો આક્ષેપ
રાજ્યમાં બહુચર્ચિત એવા બલ્ગેરિયન યુવતી દ્વારા કેડીલા ફાર્માસ્યુટિકલના માલિક રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ પર વિવાદ વધી રહ્યો છે. જેમાં યુવતીએ ફરિયાદ નોંધાવ્યા બાદ દેશ છોડી દીધા બાદ યુવતીના વકીલે ગુજરાત પોલીસ પર ગંભીર આરોપ પણ લગાવ્યા છે. જેમાં યોગ્ય તપાસનો અભાવ થઈ રહ્યો હોવાનો આક્ષેપ લગાવ્યો છે.
આ મામલે બલ્ગેરિયન યુવતીના વકીલે યુવતી તરફથી નિવેદન આપતાં જણાવ્યું કે, અત્યાર સુધી યુવતીને માત્ર 1 સમન્સ યાદી મળી હતી.જો કે યુવતીના આરોપને લઇને પોલીસે હજી સુધી કોઇ પૂછપરછ કરી નથી.યુવતીના વકીલે એમ પણ જણાવ્યું કે, યુવતીને 8 સમન્સ મોકલાયાની ચર્ચા છે જો કે એ પ્રકારના કોઇ પણ સમન્સ મળ્યા નથી.
તેમજ યુવતીના વકીલ રાજેશ મિશ્રાએ જણાવ્યું કે, પોલીસે પીડીતાને એકપણ સમન્સ આપ્યા વિના કેવી રીતે તપાસ કરે છે. અને જો સમન્સ આપ્યા છે તો એક પણ સમન્સ હજી મળ્યા નથી. આ સાથે પોલીસ તપાસમાં ઢીલાશ મુક્તી હોવાનો વકીલનો આક્ષેપ લગાવ્યો છે. જેના કારણે આ કેસમાં વિવાદ વધી રહ્યો છે.
નોંધનીય છેકે, કેડિલાના રાજીવ મોદી છેલ્લા કેટલાય સમયથી પોલીસ પકડથી દૂર હતા.જોકે આ બધાની વચ્ચે અચાનક 15 ફેબ્રુઆરીએ રાજીવ મોદી અચાનક સોલા પોલીસ સમક્ષ હાજર થયા હતા.આ દરમિયાન સોલા પોલીસ દ્વારા રાજીવ મોદીનું સમગ્ર કેસમાં નિવેદન લેવામાં આવ્યું હતું. જોકે અહીં બીજી વિગતો એ સામે આવી હતી.આ કેસમાં ફરિયાદી બલ્ગેરિયન યુવતીને પણ પોલીસ નિવેદન માટે બોલાવી હતી.


