- અર્ચના કામથ, દિયા ચિતલે, મનિકા બત્રાએ સિંગલ્સ મુકાબલા જીત્યા
- અયાહિકા મુખરજી અને શ્રીજા અકુલાને આરામ અપાયો હોવા છતાં ભારતે ઉઝબેકિસ્તાનને 3-0થી હરાવ્યું હતું
- વિમેન્સ ટીમે છેલ્લી મેચમાં હંગેરીની પણ હરાવ્યું હતું
ભારતની વિમેન્સ ટીમે વર્લ્ડ ટેબલ ટેનિસ ટીમ ચેમ્પિયનશિપમાં ઉઝબેકિસ્તાનને પરાજય આપ્યો હતો પરંતુ મેન્સ ટીમનો યજમાન સાઉથ કોરિયા સામે સતત બીજા પરાજયનો સામનો કરવો પડયો હતો. અયાહિકા મુખરજી અને શ્રીજા અકુલાને આરામ અપાયો હોવા છતાં ભારતે ઉઝબેકિસ્તાનને 3-0થી હરાવ્યું હતું. અર્ચના કામથે રિમા ગુફ્રાનોવને 11-7, 11-3, 11-6થી તથા મનિકા બત્રાએ મારખાબો મેગદિએવાને 11-7, 11-4, 11-1થી હરાવી હતી. દીયા ચિતલેએ ભારે રસાકસી બાદ રોજાલિના ખાદજીએવાને 11-6, 10-12, 11-4, 11-6થી હરાવીને ભારતનો વિજય નિશ્ચિત કર્યો હતો. ચીન સામે 2-3ના પરાજય સાથે પોતાનું અભિયાન શરૂ કરનાર ભારતીય વિમેન્સ ટીમે સતત બે વિજય હાંસલ કરીને ગ્રૂપ-1માં બીજું સ્થાન મેળવ્યું છે. સ્પેન સામે અંતિમ મુકાબલો થશે. વિમેન્સ ટીમે છેલ્લી મેચમાં હંગેરીની પણ હરાવ્યું હતું.
મેન્સ કેટેગરીમાં ભારતનો 3-0થી પરાજય થયો હતો. હરમીતને વિશ્વના 14મા ક્રમાંકિત જેંગ વૂજીને 4-11, 10-12, 8-11ના સ્કોરથી હરાવ્યો હતો. સાથિયાન લિમ જોંગહૂન સામે 5-11, 7-11, 7-11થી હારી જતાં ભારત 2-0થી પાછળ થઈ ગયું હતું. શરથ કમલે બીજી ગેમ જીતી હતી પરંતુ તેનો પણ લી સેન સુ સામે 9-11, 11-8, 6-11, 5-11થી પરાજય થયો હતો.


