- બીજી સિઝનનો 23મી જાન્યુઆરીથી પ્રારંભ થશે
- બેંગ્લોર ખાતે ઓપનિંગ મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે
- ઉદ્ઘાટન કાર્યક્રમ 23મીએ સાંજે 6.30 કલાકથી શરૂ થશે
વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝનનો 23મી જાન્યુઆરીથી પ્રારંભ થશે. બેંગ્લોર ખાતે ઓપનિંગ મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. આ મેચ પહેલાં બીસીસીઆઇ એક ધમાકેદાર ઉદ્ઘાટન સમારંભનું આયોજન કરી રહ્યું છે જેમાં બોલિવૂડના સ્ટાર્સ પરફોર્મ કરશે. ઉદ્ઘાટનમાં જાણીતો અભિનેતા કાર્તિક આર્યન આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહેશે. ઉદ્ઘાટન કાર્યક્રમ 23મીએ સાંજે 6.30 કલાકથી શરૂ થશે. તેમાં કાર્તિક ઉપરાંત ઘણા બોલીવૂડ સ્ટાર્સ નજરે પડી શકે છે. પ્રથમ સિઝનના ઉદ્ઘાટનમાં કિયારા અડવાણી અને કૃતિ સેનન જેવી સ્ટાર્સે હાજરી આપી હતી. સિંગર એપી ઢિલ્લોએ પોતાના ગીતો અને મ્યૂઝીક દ્વારા ફેન્સને મંત્રમુગ્ધ કરી દીધા હતા. લીગ 23મી ફેબ્રુઆરીથી 17મી માર્ચ સુધી રમાશે અને પાંચ ટીમો વચ્ચે 22 મુકાબલા થશે. પ્રથમ સિઝનમાં લીગ માત્ર મુંબઇના બે સ્ટેડિયમમાં રમાઇ હતી પરંતુ આ વખતે યજમાની બેંગ્લોર અને દિલ્હીને સોંપવામાં આવી છે. ઓપનિંગમાં તમામ પાંચેય ટીમ હાજર રહેશે અને બેંગ્લોરના તબક્કા બાદ તમામ દિલ્હી જશે જ્યાં એક એલિમિનેટર સહિત ફાઇનલ મુકાબલો રમાશે. લીગ રાઉન્ડમાં 20 મુકાબલા રમાશે.


