- પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે મંગળવાર સવારે યજ્ઞનો પ્રારંભ કરાશે
- મહોત્સવના બીજા દિવસે સવારે 8 કલાકે પ્રાત પૂજન
- શોભાયાત્રામાં વિજય જોરણંગ ઉપસ્થિત રહેશે
બહુચરાજી તાલુકાના સુરપુરા ગામે નવનિર્મિત મંદિરમાં જોગણી માતાજી અને આઇશ્રી મોગલ માતાજીનો ફેટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો મંગળવારથી પ્રારંભ થશે.આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે મંગળવાર સવારે યજ્ઞનો પ્રારંભ કરાશે. સવારે 11 કલાકે જલધારા યાત્રા અને સાંજે 5 કલાકે સાંય પૂજન કરાશે. રાત્રે કલાકાર જીગ્નેશ કવિરાજ અને કાજલ મહેરા ગરબાની રમઝટ બોલાવશે.મહોત્સવના બીજા દિવસે સવારે 8 કલાકે પ્રાત પૂજન, તેમજ સવારે 9 કલાકે પરમ પૂજ્ય ભુવાજી શ્રી કાનજીભાઈ બાબરભાઈ નોગોહનું ઘાઘોળ પરિવાર લક્ષમણ ભાઈ ગગાભાઈ તથા દલાભાઈ દેવકનભાઈ પરિવાર તરફ્થી સુવર્ણ પાઘડીથી સન્માન કરાશે. 9:15 કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રામાં વિજય જોરણંગ ઉપસ્થિત રહેશે. તેમજ સવારે 11 કલાકે સંતો મહંતોશ્રીઓનું, ભુવાજીઓનું સન્માન કાનજીભાઈ બાબરભાઈ ભુવાજી તરફ્થી કરાશે. સાંજે 5 કલાકે સાંય પૂજન કરાશે. રાત્રે વિક્રમ માલધારીની ઉપસ્થિતમાં લોકડાયરો યોજાશે. મહોત્સવના ત્રીજા દિવસે ગુરુવારે 12:39 કલાકે શુભ મુહર્તમાં માતાજીના ફેટાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.યજ્ઞના આચાર્ય શ્રી પ્રશાંતભાઈ રાવલ દ્વારા શાસ્ત્ર્રોક્તવિધિથી પ્રતિષ્ઠા પૂજા અને ફેટાની પૂજા કરાશે. ત્રણેય દિવસ સવાર તથા સાંજ ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરાયું છે.ગુરુવારની રાત્રે ભવ્ય રમેલ રાખવામાં આવી છે.


