- હાલમાં મધ્યપ્રદેશના ઇન્દોર અને નીમચથી લસણનો જથ્થો આવે છે
- સૂકું લસણ 600 રૂા.કિલો અને નવું લસણ 300 રૂા.કિલો હોવાથી ખરીદવું મુશ્કેલ
- લસણના ભાવમાં તોતિંગ વધારો થતા ગરીબ અને મધ્યમ વર્ગ માટે ખરીદવું મુશ્કેલ બન્યું
અંકલેશ્વરની માર્કેટ માં લસણના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખેરવાયું છે. સૂકા લસણનો ભાવ 600 રૂપિયે કિલો અને નવા લસણનો ભાવ 300 રૂપિયે કિલો હોવાથી લસણની ખરીદી કરવી મુશ્કેલ બની છે. ત્યારે લસણ વગર શાકનો સ્વાદ ફ્ક્કિો બન્યો છે.લસણના ભાવમાં તોતિંગ વધારો થતા ગરીબ અને મધ્યમ વર્ગ માટે ખરીદવું મુશ્કેલ બન્યું છે. અંકલેશ્વરની માર્કેટમાં મોટાભાગે મધ્યપ્રદેશના ઇન્દોર અને નીમચ તેમજ સૌરાષ્ટ્રમાંથી લસણનો જથ્થો આવે છે.જો કે સૌરાષ્ટ્રમાં માવઠાના કારણે લસણનો પાક નિષ્ફ્ળ જતા ઉત્પાદનમાં ઘટાડો થયો હોવાથી મધ્યપ્રદેશના ઇન્દોર અને નીમચથી લસણનો જથ્થો આવે છે ત્યારે અંકલેશ્વરની માર્કેટમાં લસણના ભાવ જોતા ગૃહિણીઓ ચોકી ઉઠે છે અને ખરીદી કરી શકતી નથી. અંકલેશ્વરની માર્કેટમાં જુના સૂકા લસણનો હોલસેલ ભાવ 600 રૂપિયા છે અને નવા તાજા લસણનો ભાવ 300 રૂપિયા ચાલી રહ્યો છે. જો કે, છૂટક માર્કેટમાં જુના સૂકા લસણનો ભાવ 700 રૂપિયે કિલો અને નવું લસણ 400 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યું છે જો કે થોડા દિવસોમાં ભાવ ઉતરી શકે છે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે.


