- 20 કરોડના ખર્ચ કરવા છતાં બાળકોનું શિક્ષણ ભાડાના મકાનમાં
- કે.કે.ગર્લ્સ હાઈસ્કૂલમાં શરૂ કરવામાં આવી હતી
- નવિન બિલ્ડીંગ પાછળ સરકારે આશરે 20 કરોડનો ખર્ચ પણ કરેલ છે
પાટણ જિલ્લાની કેન્દ્રિય વિદ્યાલયના નવિન મકાનમાં શરૂ કરવા માટે પાટણ જિલ્લા સમસ્યા મંચના સંયોજક દ્વારા વડાપ્રાધન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે કેન્દ્રિય વિદ્યાલયની સ્થાપના અને શરૂઆત પાટણ શહેરના કે.કે.ગર્લ્સ હાઈસ્કૂલમાં શરૂ કરવામાં આવી હતી.
ત્યારબાદ આ શાળાનું નવિન બિલ્ડીંગ સરસ્વતી તાલુકામાં ચોરમારપુરા ખાતે બનાવવામાં આવેલ છે. શાળાની શરૂઆતથી આજદિન સુધી આ શાળાના વિસ્તારમાં આવેલા એક અન્ય જગ્યાએ ભાડાના મકાનમાં ભાડેથી ચલાવવામાં આવે છે. આ નવિન બિલ્ડીંગ પાછળ સરકારે આશરે 20 કરોડ જેટલી માતબર રકમનો ખર્ચ પણ કરેલ છે પરંતુ આ નવિન બિલ્ડીંગમાં બાળકોને પ્રવેશ આપવામાં આવેલ નથી. આ બિલ્ડીંગના રસ્તા વચ્ચે એક પાણીની કેનાલ આવેલ છે તેના ઉપર પાકું નાળુ પણ બનાવવામાં આવેલ છે પરંતુ કેટલીક સરકારી આંટી ઘુંટી અને પરવાનગી નહીં આપવાના કારણ આ મકાનની આજે આશરે અઢી વર્ષ જેટલો સમય પણ થઈ ગયેલ છે તેનો કબજો પણ કોન્ટ્રાકટર દ્વારા સુપરત કરેલ છે તેમ છતાં આ મકાનમાં બાળકોને અભ્યાસ અર્થે નવિન મકાનમાં પ્રવેશ આપવામાં આવેલ નથી કે શરૂઆત કરવામાં આવેલ નથી. તેના કારણે વિદ્યાર્થીઓને અગવડ પડી રહી છે.


