By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    19 hours ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    3 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    4 days ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    5 days ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: યાત્રાધામ ડાકોર પાલિકામાં વહીવટદારનો વહીવટ ખાડે ગયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

યાત્રાધામ ડાકોર પાલિકામાં વહીવટદારનો વહીવટ ખાડે ગયો

agragujaratnews
Last updated: 2024/02/20 at 11:36 AM
2 years ago
Share
યાત્રાધામ ડાકોર પાલિકામાં વહીવટદારનો વહીવટ ખાડે ગયો
SHARE

  • રસ્તાઓ ઊબડખાબડ, ખુલ્લી ગટર, દૂષિત પાણી વિગેરે સમસ્યાઓથી સ્થાનિકોમાં ભારે રોષ
  • બોડાણા સર્કલ પાસે ગટરો ખુલ્લી બેન્કના છ્સ્ જવાનો રસ્તો બંધ
  • જી ડી ભટ્ટ હાઈસ્કુલ વિસ્તારમાં ઉભરાતી ગટરો, જાહેર માર્ગ પર પાણી ફરી વળ્યા

યાત્રાધામ ડાકોર નગરપાલિકામાં આઠ -દસમાંથી વહીવટદાર શાસન છે. નગરપાલિકાના વહીવટદારનો વહીવટ ખાડે ગયો છે. યાત્રાધામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ વર્તાઇ રહ્યો છે. નગરમાં છેલ્લા ઘણા સમયથી રસ્તા બિસમાર, ઉભરાતી ગટરો, ઠેર ઠેર ગંદકી, કચરો, દુષિત પાણી વિગેરે સમસ્યાથી નગરજનો ત્રાહીમામ પોકારી ગયા છે. દર્શનાર્થે આવતાં યાત્રાળુઓ નગરની સમસ્યાથી હેરાન પરેશાન થઇ જાય છે. સરકાર દ્વારા યાત્રાધામ વિકાસ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવા છતાં પાલિકાના વહીવટકર્તાઓની ઘોર બેદરકારીના કારણે યાત્રાળુઓ અને નગરજનોને હાલાકીનો સામનો કરવો પડે છે. જિલ્લા કલેકટર યાત્રાધામ વિકાસ પ્રત્યે ધ્યાન આપવામાં આવે અને યાત્રાળુઓને સુવિધા પ્રાપ્ત થાય તેવી માગ છે.

ડાકોર નગરમાં 30 હજાર ઉપરાંત નગરજનો રહે છે. અને રણછોડરાયજી મંદિરમાં વાર તહેવાર અને પૂનમના દિવસે વૈષ્ણવો અને યાત્રાળુઓનો મહેરામણ ઊમટી પડે છે. સરકાર દ્વારા યાત્રાધામ ડાકોરના વિકાસ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. તેમજ નગરપાલિકાને યાત્રાધામ નગરને લઇને વિકાસ અર્થે કરોડોની ગ્રાન્ટ આપવામાં આવે છે. તેમ છતાં યાત્રાધામ નગર પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. નગરના તમામ રસ્તાઓ ઉબડ ખાબડ , મંદિર વિસ્તાર તરફ જોડતાં માર્ગો ઉપર ઠેર ઠેર ખાડા, ગંદકી, કચરાના ઢગ અને ગટર લાઇનની સાફ સફાઇના અભાવે ઠેર ઠેર ઉભરાઇ ગટરો, ખુલ્લી ગટરો વિગેરે સમસ્યાઓથી ઘેરાયેલું છે. તેમછતાં નગરપાલિકાના વહીવટીદાર ઘોર નિંદ્રા હોય તેમ છે. નગરમાં આ સમસ્યાના ઉકેલ માટે વહીવટદાર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેને લઇને મંદિરમાં દર્શનાર્થે આવતાં દર્શનાર્થીઓ,વૈષ્ણવો,નગરજનો ત્રાહીમામ પોકારી ગયા છે. મંદિરની સામે આવેલ પવિત્ર ગોમતી તળાવની પણ સમયાંતરે સાફસફાઇના અભાવે ગંદકીનો ઉપદ્રવ થઇ ગયો છે. જેથી યાત્રાળુઓ પવિત્ર ગોમતી તળાવનું પાણી આચમન કે માથે ચઢાવી શકતાં નથી. ગટરનું ગંદુ પાણી ગોમતી તળાવમાં ઠલવાય છે.જેને લઇને યાત્રાળુઓની આસ્થા પર ઠેસ પહોંચે છે. નગરપાલિકાના વહીવટીદારની અણઆવડત અને ઘોર બેદરકારીના કારણે યાત્રાધામ ની સ્થિતિ ખૂબ ખરાબ થઇ ગઇ છે. આગામી ફાગણી મેળાને લઇને લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. જેને લઇને તાજેતરમાં જિલ્લા કલેકટર દ્વારા સમગ્ર નગરનું નિરીક્ષણ કર્યું હતું. કલેકટર દ્વારા વહીવટીદાર અને ચીફઓફિસરને જરૂરી સુચના આપી હતી. તેમછતાં આ સુચનાઓને વહીવટદાર અને સીઓ ધોળીને પી ગયા છે. રવિવારે ખુલ્લી ગટરમાં એક બાઇક ખાબકતાં અકસ્માત સર્જાયો હતો. જિલ્લા કલેકટર દ્વારા આ બાબતે ધ્યાન આપીને ફાગણી પૂનમ પહેલા નગરની તમામ સમસ્યાઓને દૂર કરી દેવામાં આવે તેવી નગરજનોની માગ છે.

 અનેક સમસ્યાના કારણે યાત્રાળુઓ યાત્રાધામની છાપ સારી લઇને જતાં નથી

સ્થાનિક ગોપાલભાઇ શાહે જણાવ્યું હતું કે, નગરપાલિકાના વહીવટદારની ઘોર બેદરકારીના કારણે નગરજનો અને યાત્રાળુઓને વિવિધ સમસ્યાના કારણે હાલાકી ભોગવવી પડે છે. બિસમાર રસ્તા , ઉભરાતી ગટર , જાહેર શૌચાલયની સુવિધાનો અભાવ વિગેરે સમસ્યાથી યાત્રાળુઓ પણ ત્રાહીમામ પોકારી જાય છે. સમસ્યાના કારણે યાત્રાળુઓ યાત્રાધામ નગરની છાપ સારી લઇને જતાં નથી.

નગરમાં એકપણ રસ્તા સારો નથી અને દૂષિત પાણી

ડાકોર યમુનાકુંજ સોસાયટીના અશોકભાઇ પટેલે જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા જિલ્લા કલેકટર તથા તેમની ટીમ દ્વારા ફાગણી પૂનમની તૈયારીઓના ભાગરૂપે યાત્રાધામના રસ્તાથી માંડીને તમામ વિસ્તારોનું નિરક્ષણ કરવામાં આવ્યું હતું . તેમછતાં પાલિકાના વહીવટદાર દ્વારા નગરની વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે કોઇ પગલા ભરવામાં આવ્યા નથી. નગરમાં એકપણ રસ્તો સારો નથી, ગટર ઉભરાઇ છે તેમજ પીવાનું દુષિત પાણીને લઇને રોગચાળો ફાટી નીકળવાની દહેશત પ્રવર્તી રહી છે. વિકાસ માટેની કરોડોની ગ્રાન્ટ ક્યાં જાય છે તે પણ એક સવાલ છે. નગરમાં કોઇ વિકાસ નથી દેખાતો.

યાત્રાધામ ડાકોર વિકાસના કામોમાં શૂન્ય છે

સ્થાનિક રાજુભાઇ શાહે જણાવ્યું હતું કે, યાત્રાધામ ડાકોર વિકાસના કામોમાં શૂન્ય છે. નગરના રસ્તાઓ બિસમાર , ઠેર ઠેર ખાડા , ઉભરાતી ગટર અને ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ થઇ ગયો છે. જેથી રોગચાળો ફાટી નિકળવાની દહેશત નગરજનોમાં પ્રવર્તી રહી છે.

વહીવટદાર ફોન ઉપાડતાં નથી, સીઓ કહે સમસ્યા હલ કરી દઇશું

ડાકોર નગરપાલિકાના વહીવટદાર મામલતદારનો ફોન ઉપર વારંવાર સંપર્ક કરવા છતાં તેઓએ ફોન ઉપાડતાં ન હતાં અને ચીફઓફિસર વાય.જે. ગણાત્રાએ કહ્યું હતું કે નગરમાં વિવિધ સમસ્યાનું નિરાકરણ થઇ જશે તે માટે પાલિકાના જે તે વિભાગને સુચના આપી દીધી છે. તેમ કહીને ફોન મૂકી દીધો હતો.

You Might Also Like

પેટ્રોલ બાદ હવે ડિઝલમાં પણ આઇસોબ્યુટેનોલ ભેળવાશે

માળીયા મિંયાણામાં પોલીસનું મેગા ઓપરેશન : નકલી સોનાના બિસ્કીટ સહિત હથિયારો ઝડપાયા

વેરાવળની સ્મશાન ગૃહની ગેસ ભઠ્ઠી બંધ હોવાથી મૃતદેહોનો મલાજો ન જળવતા લોકોમાં રોષ

વેરાવળના જાલેશ્વર દરિયાના મોજામાં બે પિતરાઈ બહેનો તણાઈ, એકનું મોત : એક સારવારમાં

રાજુલામાં ભારે વરસાદ બાદ BAPS સંસ્થા દ્વારા ૪૬૯ ફૂડ પેકેટોનું વિતરણ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરત ડિમોલેશનના પીડિતો માટે તુરંત પુનવર્સનની વ્યવસ્થા કરાવા HCનો નિર્દેશ
સુરત

સુરત ડિમોલેશનના પીડિતો માટે તુરંત પુનવર્સનની વ્યવસ્થા કરાવા HCનો નિર્દેશ

Editor By Editor 4 days ago
માળીયા મિંયાણામાં પોલીસનું મેગા ઓપરેશન : નકલી સોનાના બિસ્કીટ સહિત હથિયારો ઝડપાયા
કચ્છમાં કોસ્ટલ કોરિડોરના કામને વેગ આપવા વિવિધ કામને મંજૂરી
હસ્તગીરી (જાળીયા) માં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમોનો જીર્ણોદ્ધાર
જનગણના 2027:રાજકોટમાં પ્રથમ તબક્કાની હાઉસ લિસ્ટિંગ કામગીરી પૂર્ણ, ફેબ્રુઆરી 2027માં વાસ્તવિક વસ્તી ગણતરીનો બીજો તબક્કો શરૂ થશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?