- ચોરીની સાયકલો તેમજ સોનાના દાગીના અને જ્યુપીટર વાહન પાછા આપ્યા
- કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં પણ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો
- પોલીસ મથકના જવાનો સાથે કલોલના અગ્રણી નાગરિકો હાજર રહ્યા હતા
કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અન્વયે પોલીસે જપ્ત કરેલી ચોરીની સાઈકલો તેમજ સોનાના દાગીના અને જ્યુપીટર વાહન તેના મુળ માલિકોને પરત આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કલોલ ડીવાયએસપી અને પીઆઈના હસ્તે સાયકલો તેમજ દાગીના અને જ્યુપીટર તેના મુળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા.
સરકાર દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે જેમાં પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા ચોરીના મુદ્દામાલ તેના માલિકોને શોધીને પરત આપવાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં પણ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. કલોલ ડીવાયએસપી પી.ડી.મણવરની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં કલોલ શહેર પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલી ચોરીની 30 સાઈકલો કિંમત રૂપિયા 1,20,000 તથા સોનાના દાગીના જેની કિંમત રૂપિયા 1,20,000 અને એક જ્યુપીટર કિંમત રૂપિયા 30,000 નું તેના મુળ માલિકોને પરત આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. ડી.વાય.એસ.પી. તથા કલોલ શહેર પી.આઈ. આર.આર.પરમારના હસ્તે ચોરીમાં જપ્ત કરવામાં આવેલી સાઈકલો તેના મુળ માલિકોને પરત આપવામાં આવી હતી. તેમજ એક જ્યુપીટર અને સોનાના દાગીના તેના મુળ માલિકને શોધીને પરત આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કલોલ શહેર પોલીસ મથકના જવાનો સાથે કલોલના અગ્રણી નાગરિકો હાજર રહ્યા હતા.


