By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ૬૦ હજાર કાશ્મીરી પંડીત પરિવાર વતન ઝૂરાપો વેઠે છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

૬૦ હજાર કાશ્મીરી પંડીત પરિવાર વતન ઝૂરાપો વેઠે છે

agragujaratnews
Last updated: 2024/02/20 at 8:33 PM
2 years ago
Share
૬૦ હજાર કાશ્મીરી પંડીત પરિવાર વતન ઝૂરાપો વેઠે છે
SHARE

3૭૦ની કલમ હટી ગઇ પરંતુ વતન પરત જવા ઇચ્છતા કાશ્મીરીઓની અરજ બહેરા કાને અથડાય છે

વતન ઝૂરાપો શું છે એ તો જેમણે વતન ઝૂરાપો ભોગવ્યો હોય તેને જ ખબર પડે. વિશ્વમાં સૌથી કમનસીબ જાતી યહુદીઓ કહેવાય છે. તેમને ભાગે પેઢીઓ દર પેઢી પોતાની માતૃભૂમિની તરસ રહી છે. વિશ્વમાં આવી જ એક જાતી છે. કમનસીબે તે ભારતમાં છે. કાશ્મીરી પંડિતોની. કાશ્મીરી પંડિતોએ ૧૯૮૯ના આતંકી નૃસંશ હત્યાકાંડ બાદ વતન છોડયુ હતુ. બલકે તેમને લાચારી સાથે વતન છોડવુ પડયુ હતું.ડર અને દહેશતના માહોલમાં છોડવુ પડ્યુ હતું. આજે આ ઘટનાને 3પ વરસના વહાણા વહી ગયા છે. છતાં કાશ્મીરી હતભાગી પરિવારોને તેમનું માદરે વતન નસીબ નથી થયુ. કમનસીબીની વાત એ છે કે કાશ્મીરમાં 3૭૦ની કલમ હટયા બાદ જે આશા બંધાઇ હતી તે પંડિતો માટે ઠગારી નિવડી છે. ૬૦ હજાર કાશ્મીરી પંડિત પરિવારો તેમનું સ્વર્ગ જેવુ વતન કાશ્મીર છોડી અન્યત્ર વસે છે. તેમના માટે આંદોલન ચલાવનાર અને તેમને આશા બંધાવનાર લોકો આજે અદ્રશ્ય થઇ ગયા છે. આજે કાશ્મીરીઓ પંડિતોને કાશ્મીરમાં પુન: વસવાટ કરવો છે. ઘરવાપસી કરવી છે. પરંતુ બહેરા તંત્રને કાને આ વાત અથડાતી નથી.

કાશ્મીરી પંડીતોને વતનમાં વસવાટ કરવા માટે ચાલતું આંદોલન એક આખી પેઢી સુધી ચાલ્યુ. આ પેઢી ખતમ થઇ ગઇ છે. પરંતુ તેમનો વતન ઝૂરાપો ખતમ નથી થયો. ૬૦ હજાર પંડિત પરિવારમાંથી ૪૧૯ પરિવારો તો એવા છે કે તેમને સરકારની મદદ વગર પણ વતન જવુ છે. તેમની અરજીઓ પાંચ પાંચ વરસથી તંત્રની ફાઇલમાં ધુળ ખાય છે. પરંતુ તેનો નિકાલ આવતો નથી. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે કાશ્મીરી પંડિતોની હાલત ખુબ ખરાબ થઇ હતી. પરંતુ કાશ્મીરી પંડીતો સહિતના મુદે કેન્દ્રમાં ભાજપની સરકાર સતા ઉપર આવ્યા બાદ ફરી એક વખત કાશ્મીરી પંડિતોના જીવનમાં આશા બંધાણી. પરંતુ બબ્બે ટર્મ સુધી સતામાં રિપિટ થયા બાદ પણ વર્તમાન સરકાર કાશ્મીરી પંડીતોનો પુન: વસવાટ કરાવી શકી નથી. મજબુત સરકારની આ નબળાઇ વિષે પણ વિચાર કરવો જોઇએ.

ર૦ર૧ની સાલના ફેબ્રુઆરી મહિનામાં કાશ્મીરી પંડિતોએ ગૃહમંત્રાલયમાં અરજી કરી હતી. તેઓ પોતાની જીમ્મેદારી ઉપર સરકારની કોઇ સહાય વગર વતનમાં જવા ઇચ્છતા હતાં. ઘરવાપસી ઇચ્છતા હતાં. ૪૧૯ પરિવારોએ મરવુ પડે તો વતનની માટીમાં મરવુ એવી તૈયારી સાથે સરકારને અરજ કરી હતી. પરંતુ સરકારના બહેરા કાને આ અરજ સંભળાઇ નથી.

ર૦૧૯થી કાશ્મીરમાં લેફટનન્ટ ગવર્નરનું શાસન છે. એટલે કે કેન્દ્ર શાસિત શાસન છે. સરકારે લાખો કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યુ છે. ત્રણ વર્ષમાં કાશ્મીર બજેટ માટે 3.3૮ લાખ કરોડની ફાળવણી થઇ છે. પુન:વસન માટે આ બજેટના અઢી ટકા વાપરવાની જોગવાઇ છે. પરંતુ આ પૈસાની ફાળવણી પંડિતોના પુન:વસન માટે થઇ છે કે કેમ? થઇ નથી તો શા માટે નથી થઇ? તેનો તંત્ર કોઇ જવાબ આપતું નથી. જો નવી સરકારના દસ વર્ષના શાસન બાદ પણ કાશ્મીરી પંડિતોને ઘરવાપસી ન મળે તો પંડિતો માટે ગત સરકારો અને આ સરકાર વચ્ચે કોઇ ઝાઝો ફરક નહિ રહે. દેશવાસીઓએ પણ કાશ્મીરી પંડિતો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે. પરંતુ આ કમનસીબ પંડિતોના જીવનમાં ઘરવાપસીની એ સવાર કદી પડતી જ નથી. વો સુબહ કભી તો આયેગી….ની સ્થીતિમાં ૬૦ હજાર પંડિત પરિવારો વતન ઝુરાપો વેઠે છે.

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દ્વારકામાં દર્શને આવતા શ્રધ્ધાળુઓને નશીલુ પીણુ પીવડાવતી લૂંટતી ગેંગ પકડાઇ
દ્વારકા

દ્વારકામાં દર્શને આવતા શ્રધ્ધાળુઓને નશીલુ પીણુ પીવડાવતી લૂંટતી ગેંગ પકડાઇ

Editor By Editor 5 days ago
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી કેસર કેરીનું આગમન
 રાજકોટ સહિત 31 જિલ્લા અને ૨૨૯ તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન
 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?