- આજે સાંજે બેઠક થશે તેમાં ખેડૂતો નિર્ણય લઈ શકે છે
- ખેડૂતોનુ કહેવુ છે,કે કેન્દ્ર સરકાર ઝડપથી નિર્ણય લે
- હાલમાં ખેડૂતો કેન્દ્રસરકારથી નારાજ
ખેડૂતોએ કેન્દ્ર સરકારના 5 પાક (કપાસ, મકાઈ, મસુર, તુવેર અને અડદ)પર MSP આપવાનો પ્રસ્તાવને ફગાવી દીધો છે. ખેડૂત નેતા જગજીત ડલ્લેવાલે કહ્યું કે, અમે ખેડૂતો અને નિષ્ણાતો સાથે વાત કરી છે. અમારા MSP પર ગેરંટી કાયદાની માંગ પૂરી થવી જોઈએ. MSP આપવા માટે 1.75 લાખ કરોડ રૂપિયાની જરૂર નથી.જો કેન્દ્ર તમામ પાક પર MSPની ગેરંટી આપે તો અમે આંદોલન ખતમ કરવા તૈયાર છીએ. આજે અમે બેઠક યોજીને રણનીતિ બનાવીશું અનેબુધવારે અમે દિલ્હી તરફ કૂચ કરીશું. વારંવાર વાત નહીં કરીએ. હવે બધું કેન્દ્રના હાથમાં છે. કેન્દ્રએ નિર્ણય લેવો જોઈએ. કેન્દ્રનો પ્રસ્તાવ ખેડૂતોના હિતમાં નથી.હરિયાણાના 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધનો નિર્ણય 20મી ફેબ્રુઆરીની મધરાત 12 સુધી લંબાવવામાં આવ્યો છે.ખેડૂતો 21 ફેબ્રુઆરીએ દિલ્હી તરફ કૂચ કરે તે પહેલા હરિયાણા-દિલ્હીની સિંઘુ બોર્ડર પર સુરક્ષા કડક કરવામાં આવી રહી છે. અહીં બેરિકેડ ઉપર કાંટાળા તાર લગાવવામાં આવી રહ્યા છે.શંભુ બોર્ડર પર ટ્રેક્ટરોની 6 કિલોમીટર લાંબી લાઈન લાગી છે,તો ખેડૂતો તેમની માંગને લઈ અડગ છે.
હાઈકોર્ટે અરજી ફગાવી
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ખેડૂતોના આંદોલનને લઈને કરવામાં કરેલી જાહેરહીતની અરજીને ફગાવી દીધી છે. હાઈકોર્ટે કહ્યું કે અરજદાર ખેડૂતો વતી પ્રતિનિધિ નથી, જેના કારણે અરજી ફગાવી દેવામાં આવી છે. ખેડૂતો અને કેન્દ્ર વચ્ચેની મંત્રણાનો અહેવાલ આવતા અઠવાડિયે સુપરત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
હાઈકોર્ટે કહ્યું- હાઈવે પર ટ્રેક્ટર લઈ જઈ શકાશે નહીં
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં મંગળવારે ખેડૂતોના આંદોલનને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે કહ્યું કે હાઈવે પર ટ્રેક્ટર ટ્રોલી લઈ જઈ શકાતી નથી. કોર્ટે આ માટે મોટર વ્હીકલ એક્ટ ટાંક્યો હતો. શંભુ અને ખનૌરી બોર્ડર પર મોટી ભીડને ભેગી થવા ન દો. હાઈકોર્ટે કહ્યું- ટ્રેક્ટર ટ્રોલીને પ્રદર્શન માટે લઈ જવાનો અર્થ શું છે?
ખેડૂતોના આંદોલન માટે લીગલ ટીમ બનાવાઈ
કિસાન મજુર મોરચાએ ખેડૂતોના આંદોલનને કાનૂની સહાય પૂરી પાડવા માટે લીગલ ટીમ બનાવી છે. એડવોકેટ અખિલ ચૌધરીને ટીમના કોઓર્ડિનેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.તેમના સિવાય ટીમમાં એડવોકેટ પંકજ શ્યોરાણ, અદિતિ શ્યોરાણ, વર્તિકા ત્રિપાઠી, મોહિત તોમર અને કપિલ કુહારનો સમાવેશ થાય છે.


