- 15 દિવસમાં 35500 લોકોએ OPDની સારવાર લીધી
- ઝાડા ઉલટીના 80 કેસ, કમળાના 68 કેસ નોંધાયા
- હાઇજેનિક સ્થિતિ ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત
રાજ્યમાં ઠંડીના વાતાવરણ ધીમે ધીમે ઓછી જોવા મળી રહી છે. પંરતુ અમદાવાદ શહેરમાં રોગચાળો યથાવત જોવા મળી રહ્યો છે. શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો પણ જોવા મળી રહ્યો છે. પાણીજન્ય રોગચાળાની વાત કરીએ તો શહેરમા ચાલુ ફેબ્રુઆરી માસમાં ઝાડા ઉલટીના 312 કેસ, કમળાના 79 ટાઇફોઇડના 150 કેસ જ્યારે શહેરનાં કોલેરાના 3 કેસ સામે આવ્યા હતા.
આ વચ્ચે જાન્યુઆરી માસમાં કોલેરાના 7 કેસ નોંધાયા હતા જ્યારે ચાલુ ફેબ્રુઆરી માસ દરમિયાન 3 કેસ નોંધાયા છે. આ દરમિયાન અમદાવાદ શહેરમાં દાણીલીમડા, અમરાઈવાડી,રામોલ અને હાથીજણમાં કોલેરાના કેસ નોંધાયા હતા. અમદાવાદ ચાલુ ફેબ્રુઆરી માસમાં મચ્છજન્ય કેસ વધારો જોવા મળ્યો છે. જેમાં સાદા મેલેરિયાના 06 કેસ, ઝેરી મેલેરિયાના 2 કેસ, ડેન્ગ્યુના 24 કેસ નોંધાયા છે.
ચાલુ વર્ષ દરમિયાન 2,046 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં 39 સેમ્પલ અનફિટ આવ્યા છે. અમદાવાદ મનપા દ્વારા 1497 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા.સાથે જ શહેરમાં સાંજના સમયે મચ્છરનો ઉપદ્રવ વધતાં AMC દ્વારા ફોગીંગ મશીન દ્વારા દવા છંટકાવની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
શહેરમાં અન્ય રોગચાળો પણ સતત વધી રહ્યો છે સાથે લગ્ન ગાળાની સીઝન ચાલી રહી છે ત્યારે જમણવારમાં ખાવા પીવાની ચીજ વસ્તુઓના કારણે પણ લોકો બીમાર પડી રહ્યાં છે. ખાવા પીવામાં ભેળસેળ અથવા વાસી ખોરાકના લીધે પણ ઝાડા ઉલ્ટીના કેસો નોંધાય છે. જેને લઇ હવે ફૂડ વિભાગ દ્વારા પણ કાર્યવાહી થાય તો રોગચાળો ઘટી શકે છે.


