- દલિત સમાજ માટે ગેર બંધારણીય અને વાંધાજનક શબ્દો ઉચ્ચાર્યા
- ગીગા ભમ્મરના વીડીયોથી દલિત સમાજમાં ભારે રોષ
- ગાંધીનગર સુધી દલિત સમાજના આગેવાનો રજુઆત કરશે
ગીગા ભમ્મરનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ગીગા ભમ્મરે દલિત સમાજ વિરુદ્ધ ઝેર ઓક્યું છે. તેમજ દલિત સમાજ માટે ગેર બંધારણીય અને વાંધાજનક શબ્દો ઉચ્ચાર્યા છે. ગીગા ભમ્મરના વીડીયોથી દલિત સમાજમાં ભારે રોષ છે.
ગીગા ભમ્મરનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
ભાવનગરમાં ચારણ ગઢવી સમાજના અપમાન બાદ ગીગા ભમ્મરનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સહ કન્વીનર માવજી સરવૈયા દ્વારા ભાવનગર આઈજી, એસ.પીને ગીગા ભમ્મર વિરુદ્ધ પગલાં લેવા રજુઆત કરવામાં આવી છે. તેમજ ગીગા ભમ્મર આ વીડિયોમાં લોક સહિત્યકાર દેવાયત ખવડે રાજકોટમાં થયેલ મારામારીનો પણ ઉલ્લેખ કર્યો છે.
ગાંધીનગર સુધી દલિત સમાજના આગેવાનો રજુઆત કરશે
દેવાયત ખવડે જાડેજા દરબારના ટાટીયા ભાંગી નાખ્યા હોવાનો પણ ઉલ્લેખ કરી રહ્યા છે. ત્યારે ગીગા ભમ્મર ઉપર કાયદેસર કાર્યવાહી કરવા ગાંધીનગર સુધી દલિત સમાજના આગેવાનો રજુઆત કરશે.


